રાષ્ટ્રપતિ મુર્મુએ બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારોનો આડકતરી રીતે ઉલ્લેખ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આગામી પાંચ વર્ષમાં બંને દેશો દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $28 બિલિયન કરવામાં સફળ થશે
રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે, કતારના અમારા મહેમાનો રાત્રિભોજન દરમિયાન બંને દેશો વચ્ચેના અનોખા સાંસ્કૃતિક આકર્ષણનો અનુભવ કરી શકશે. રાષ્ટ્રપતિ ભવનના સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, પ્રધાનમંત્રી મોદી અને કતારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના સભ્યો સહિત અન્ય મહાનુભાવોએ ભોજન સમારંભમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ ભવને ઔપચારિક ભોજન સમારંભની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોની ઝલક જોઈ શકાય છે.
- Advertisement -
કતાર સાથે ભારતના સદીઓ જૂના સંબંધો
કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીનું તેમના બીજા રાજ્ય પ્રવાસ પર સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, કતાર સાથે ભારતના સંબંધોનો સદીઓ જૂનો ઇતિહાસ છે. તેમણે ખાડી દેશમાં રહેતા ભારતીયોની સારી સંભાળ રાખવા બદલ કતારના અમીર અને લોકોનો પણ આભાર માન્યો.