- દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કરી જાહેરાત
40થી વધુ દેશોએ બ્રિક્સમાં સામેલ થવા રસ દાખવ્યો, 23એ તો અરજી પણ મોકલી દીધી
બ્રિક્સમાં હવે 6 નવા સભ્ય દેશોનો સમાવેશ થયો છે. જેમાં અર્જેન્ટીના, ઇજિપ્ટ, ઇથિયોપિયા, ઇરાન, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત થયા સામેલ થયા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ બ્રિક્સના નવા સભ્ય દેશોના નામે જાહેર કર્યા છે. આ પહેલા બ્રિક્સમાં નવા સભ્ય દેશો ઉમેરવાને લઇને ભારત અને ચીન વચ્ચે વૈચારિક મતભેદ વધી ગયા હતો.
1 જાન્યુઆરી 2024થી સભ્યપદ લાગુ થશે
- Advertisement -
માહિતી અનુસાર દ.આફ્રિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આ દેશોનું સભ્યપદ 1 જાન્યુઆરી, 2024થી લાગુ પડશે. ભૌગોલિક ફેક્ટરને નવા સભ્યોની ચૂંટણી દરમિયાન સૌથી વધુ મહત્ત્વ અપાયું છે. તેના માધ્યમથી એવો પ્રયાસ કરાયો છે કે બ્રિક્સની અંદર પ્રાદેશિક સંતુલન જળવાઈ રહે.
BRICS expanded: Argentina, Egypt, Ethiopia, Iran, UAE, Saudi Arabia become full members
Read @ANI Story | https://t.co/wmwgrjMIRS#BRICS #BRICSSummit2023 #BRICSExpansion pic.twitter.com/9fJzaI27ON
- Advertisement -
— ANI Digital (@ani_digital) August 24, 2023
ચીનની અલગ જ રણનીતિ
માહિતી અનુસાર બ્રિક્સ સંગઠનમાં ચીન તેના સમર્થક દેશોને સામેલ કરવા માગતું હતું જેથી આ સંગઠનને જી-7 વિરુદ્ધ ઊભું કરવામાં આવી શકે. જોકે ભારતે તેના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. બ્રિક્સમાં સામેલ તમામ દેશો સાથે ભારતના ઘણા સારા સંબંધો છે. અહેવાલ મુજબ, ભારત અને ચીન વચ્ચે વિવાદ હોવા છતાં, તમામ બ્રિક્સ સભ્ય દેશો તેના વિસ્તરણ પર સહમત છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ આજે આ સભ્યોની જાહેરાત કરી છે. આ પહેલા ઓછામાં ઓછા 20 દેશોએ ઔપચારિક રીતે બ્રિક્સમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેમાંથી 4 આફ્રિકાના હતા.
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ શું કહ્યું ?
આ તરફ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ કહ્યું કે, બ્રિક્સ ( BRICS ) દેશો તેના વિસ્તરણ અંગે ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું, આશા છે કે અમે આ મુદ્દાનો સ્પષ્ટ ઉકેલ શોધીશું કારણ કે, અમે આ મુદ્દા પર અમારી વચ્ચે ચર્ચા કરી છે. સૂત્રોએ જણાવ્યું કે, BRICS દેશોમાં નવા દેશોની પસંદગી માટે સર્વસંમતિ બનાવવા માટે ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.
#WATCH | On Chandrayaan-3, President of South Africa Cyril Ramaphosa says, "…Yesterday we congratulated India on landing the lunar module on the Moon…" pic.twitter.com/JpKa34X4xK
— ANI (@ANI) August 24, 2023
વડાપ્રધાન મોદીએ પણ આપ્યું મોટું નિવેદન
આ સાથે વડાપ્રધાન મોદીએ 2016માં બ્રિક્સની ભારતની અધ્યક્ષતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. BRICS ના પત્રોના આધારે તેમણે તેને બિલ્ડીંગ, ઇન્ક્લુઝિવ અને કલેક્ટિવ સોલ્યુશન્સ તરીકે વ્યાખ્યાયિત કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું, 7 વર્ષ પછી આપણે કહી શકીએ કે બ્રિક્સ ( BRICS ) અવરોધોને તોડશે, અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરશે અને ભવિષ્યને આકાર આપશે. બ્રિક્સ ( BRICS ) ભાગીદાર દેશો સાથે મળીને, અમે આ નવી વ્યાખ્યાને અર્થ આપવા માટે સક્રિયપણે યોગદાન આપતા રહીશું.
#WATCH | PM Modi at the 15th BRICS Summit in Johannesburg
"India has always supported the expansion of BRICS. India has always believed that adding new members will strengthen BRICS as an organisation…" pic.twitter.com/9G14Jh31GT
— ANI (@ANI) August 24, 2023