દિનેશ કાર્તિક 6-9 નવેમ્બર વચ્ચે યોજાનારી હોંગકોંગ સિક્સેસ 2025 ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
હોંગકોંગ સિક્સેસ 2025 પાછું આવ્યું છે અને 6-9 નવેમ્બર દરમિયાન મોંગ કોક, હોંગકોંગમાં રમાશે. અને ઘણા વિલંબ બાદ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અપેક્ષા મુજબ, ભારત નિવૃત્ત ખેલાડીઓના સમૂહ સાથે ગયું છે, જેમાં દિનેશ કાર્તિક ટીમનું નેતૃત્વ કરશે.
- Advertisement -
હોંગકોંગ સિક્સેસ માટે ભારતની ટીમની જાહેરાત
ટીમમાં ગઈ એડિશનના કેપ્ટન રોબિન ઉથપ્પાની ટીમમાં વાપસી કરી રહ્યા હોવાના સમાચાર છે. 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ઉથપ્પાએ 2024ની ટુર્નામેન્ટમાં ઓમાન સામે માત્ર 13 બોલમાં 52 રનની ધમાકેદાર રમત રમી હતી. ટોચના ક્રમમાં તેની વિસ્ફોટક બેટિંગ ભારતની ઝડપી શરૂઆત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગયા વર્ષની ટુર્નામેન્ટમાં સૌથી સફળ ભારતીય બેટર ભરત ચિપલીની પણ પસંદગી કરવામાં આવી છે.
પાકિસ્તાન સાથે ટક્કર
- Advertisement -
ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો 7 નવેમ્બરે એકબીજા સામે ટકરાશે. ત્યારબાદ 8 નવેમ્બરે કુવૈતનો સામનો કરશે.એ પછી ભારતીય ટીમ અફઘાનિસ્તાનનો સામનો કરશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.
ભારતીય ટીમ
દિનેશ કાર્તિક (કેપ્ટન), રોબિન ઉથપ્પા, ભરત ચિપલી, સ્ટુઅર્ટ બિન્ની, અભિમન્યુ મિથુન, શાહબાઝ નદીમ, પ્રિયાંક પંચાલ.




