સોમવારે ઓવલ ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટના પાંચમા દિવસે ભારતે ઇંગ્લેન્ડ સામે એક પ્રખ્યાત જીત મેળવી.
ઓવલ ટેસ્ટમાં 6 રનની જીત મેળવ્યા પછી ભારતે ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝ 2-2 ડ્રોથી પૂરી કરી. આ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી ઓછા રનથી મેળવેલી જીત છે. જો કે ગમે તેટલા રનથી જીત મલેવી હોય પણ ભારતની ટીમને આનાથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે. લેટેસ્ટ અપડેટ મુજબ ભારતની ટીમને એક પોઈન્ટનો ફાયદો થયો છે અને હવે ચોથા નંબરેથી ત્રીજા નંબર પર આવી ગઈ છે. જેનાથી જીતની સરેરાશ 46.67 % થઈ ગઈ છે.
- Advertisement -
વર્લ્ડ ટેબલ ચેમ્પિયનશીપે આપેલી તાજી માહિતી અનુસાર પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા 100% જીત સાથે ટોપમાં નંબર 1 પર છે. શ્રીલંકા હજુ પણ બીજા નંબરે છે. શ્રીલંકાએ તેની 3 મેચમાંથી માત્ર 1 જ મેચમાં હારનો સામનો કર્યો છે. ભારત ત્રીજા અને ઈંગ્લેન્ડ ચોથા સ્થાને છે. બાંગ્લાદેશ 5 માં અને વેસ્ટ ઈન્ડિઝ 6 નંબર પર છે. ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને લાસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ હજુ સુધી WTC સર્કલમાં કોઈ પણ સિરીઝ રમી નથી.
WTC Point Table
2nd Position- Srilanka
- Advertisement -
3rd Position – India
4th Position – England
5th Position – Bangladesh
6th Position- West Indies
ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખરાબ
ભારતીય ટીમના હેડ કોચ તરીકે ટેસ્ટમાં ગૌતમ ગંભીરનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. ટીમ ન્યુઝીલેન્ડ સામે ઘરેલું ટેસ્ટ સીરીઝ હારી ગઈ. 2012 પછી પહેલીવાર ભારત ગયા વર્ષે ઘરેલું ટેસ્ટ હાર્યું. ન્યુઝીલેન્ડે ભારતીય ટીમને કોઈ તક ન આપી. આ પછી ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ટીમ ઇન્ડિયાને 3-1થી હાર મળી. આ કારણે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહેલીવાર જગ્યા ન મળી. ગૌતમ ગંભીરને ટેસ્ટ ટીમના હેડ કોચના પદ પરથી હટાવવાની વાત પણ થવા લાગી હતી. જો ભારતીય ટીમ આ મેચ હારી જતે તો ગંભીરની મુશ્કેલીઓ વધવાનું નિશ્ચિત હતું. સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમ 350થી વધુનો ટાર્ગેટ ડિફેન્ડ કરી શકી ન હતી. પછી ત્રીજી મેચમાં 192 રન ચેઝ કરવામાં અસફળ રહી. જો કે 300 રન પર 3 વિકેટ પછી પણ ઇંગ્લેન્ડને છેલ્લી ટેસ્ટમાં 374 રન કરવાથી રોકી દીધું.