-રિકી કેજે 30 દેશોમાંથી 100 જેટલા મ્યુઝીક એવોર્ડ જીત્યા છે
-બેંગલુરુના રહેવાસી રિકી કેજને જાણીતા બ્રિટીશ ડ્રમર સ્ટીવર્ટ કોપલેન્ડ સાથે તૈયાર કરેલ આલ્બમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો
- Advertisement -
ગ્રેમી એવોર્ડ 2023 માટે ફરી ભારતનુ નામ ગુંજયુ છે. મૂળ બેંગ્લોરના રહેવાસી રિકી કેજને ત્રીજીવાર આ સન્માન મળ્યુ છે. સંગીતકાર રિકીને તેના આલ્બમ ‘ડિવાઈન ટાઈડસ’ માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત જાહેર કરાયા છે.
કોણ છે રિકી કેજ: રિકી કેજે પોતાના અત્યાર સુધીની કારકીર્દીમાં સંયુકત રાષ્ટ્રના હેડ કવાર્ટર સહિત અનેક જગ્યાઓમાં કાર્યક્રમો આપ્યા છે. રીપોર્ટ અનુસાર રિકીએ દુનિયાભરના 30 દેશોમાં કુલ 100 સંગીત પુરસ્કાર જીત્યા છે. રિકીને તેના કામ માટે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ હ્યુમેટેરિયન આર્ટીસ્ટ અને યુથ આઈકોન ઓફ ઈન્ડીયા માટે નોમિનેટ કરાયા છે. વર્ષ 2021માં રીલીઝ તેમના ચર્ચિત આલ્બમ ‘ડિવાઈન ટાઈડસ’માં 9 ગીત અને આઠ મ્યુઝીક વીડીયો સામેલ છે.
કંગના રનૌતે અભિનંદન પાઠવ્યા: રિકી કેજની સફળતા પર દરેક ભારતીય ગદગદ છે. ઘણી સેલીબ્રીટીઓએ તેને અભિનંદન પાઠવ્યા છે. બોલીવુડની કવીન કંગના રનૌતે તેમને અભિનંદન આપતા કહ્યુ હતુ કે ‘બધાઈ હો સર’
- Advertisement -
રિકી કેજે મચાવ્યો હતો તરખાટ: અમેરિકામાં જન્મેલા આ સંગીતકારે મશહુર બ્રિટીશ રોક બેન્ડ ‘ધી પોલીસ’ના ડ્રમર સ્ટીવર્ટ કોપલેન્ડ સાથે પોતાનો આ એવોર્ડ શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે સ્ટીવર્ટ કોપલેન્ડે આ આલ્બમમાં રિકી સાથે સહયોગ કર્યો હતો. 65મા ગ્રેમી એવોર્ડમાં બંનેએ આ એવોર્ડ સર્વશ્રેષ્ઠ ઈમર્સિન ઓડિયો આલ્બમ કેટેગરીમાં ગ્રામોફોન કેટેગરી ટ્રોફી જીતી છે.
જાણીતા મ્યુઝીક કમ્પોઝરે પહેલી વાર વર્ષ 2015માં પોતાનુ આલ્બમ ‘વિંડ્સ ઓફ સમસારા’ માટે ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. બાદમાં વર્ષ 2022માં આલ્બમ ‘ડિવાઈન ટાઈડસ’ માટે ‘બેસ્ટ ન્યુ એજ આલ્બમ’ કેટેગરીમાં સ્ટીવર્ટ કોપલેન્ડ સાથે ગ્રેમી એવોર્ડ મળ્યો છે.