– વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધવી જોઈએ
કોરોનાવાયરસના કારણે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ યોજાયું નહોતું. આજ રોજ 3 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કર્યુ છે. અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં દુનિયાના ટોપ 3 દેશોમાં ભારત પણ સામેલ છે.
- Advertisement -
આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફર્સિંગના દ્વારા જોડાઇને કહ્યું કે, આજે ભારત જેમ સાઇન્ટિફિક એપ્રોચની સાથે આગળ વધી રહ્યું છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત ઝડપથી દુનિયાના ટોચના દેશોમાં સામિલ થશે. વર્ષ 2025 સુધી આપણે 130 દેશોની વૈશ્વિક સૂચકઆંકમાં 81માં નંબર પર હતો અને 2022 સુધીમાં આપણે 40માં નંબર પર પહોંચી ગયા. મહિલાઓ આ ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. કોરોના વાયરસના કારણે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન બે વર્ષથી થઇ રહ્યું નથી.
Science should make India Atmanirbhar. The efforts of Science can bear fruit only when they go from labs to land. With 2023 being declared as the International Year of Millets, India's millets and their use should be further improved with the use of science: PM Narendra Modi pic.twitter.com/KMLoCHWAuX
— ANI (@ANI) January 3, 2023
- Advertisement -
ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, આવતા 25 વર્ષોમાં ભારત જે ઉંચાઇ પર હશે એમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિની ભૂમિકા ખૂબજ મહત્વપૂર્ણ છે. વિજ્ઞાનમાં જોશની સાથે હવે દેશની સેવાનો સંકલ્પ જોડાય જાય છે, જેના પરિણામો પણ અભૂતપૂર્વ હોય છે. મને વિશ્વાસ છએ કે, ભારતનો વૈજ્ઞાનિક સમુદાય 21મી સદીમાં જે સ્થાન મેળવશે જે તેના માટે સંપૂર્ણ હકદાર છે.
21મી સદીના આજના ભારતમાં આપણી પાસે બે મહત્વપૂર્ણ બાબતો છે, એક ડેટા અને બીજી ટેકનિક છે. આ બંન્નેમાં ભારત વિજ્ઞાનની નવી બુલંદિયો સુધી પહોંચવાની તાકાત ધરાવે છે. ડેટા વિશ્લેષણની ફિલ્ડ ઝડપથી આગળ વધી રહી છે. આજે ભારત Phdsના કેસમાં દુનિયાના ટોપ 3 દેશોમાં છે. આજે ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના કેસમાં દુનિયાના ટોપ 3 દેશોમાં છે.
#WATCH Live via ANI Multimedia | PM Modi addresses 108th Indian Science Congress Associationhttps://t.co/TXm7GyXJm3
— ANI (@ANI) January 3, 2023
વિજ્ઞાનના ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વિશે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશના વિચાર કેવળ આજ નથી કે, વિજ્ઞાનના કારણે વુમન એન્પાવરમેન્ટ કરે, પરંતુ મહિલાઓની ભાગીદારીથી વિજ્ઞાનને પણ ઇમ્પાવરમેન્ટ કરે છે. સાઇન્સ અને રિસર્ચને એક નવી ગતિ આપે, જે આપણું લક્ષ્ય છે.
108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના મુખ્ય વિષય મહિલા સશક્તિકરણની સાથએ સતત વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે. વિજ્ઞાન કોંગ્રેસમાં સતત વિકાસ, મહિલા સશક્તિકરણ અને તેને પ્રાપ્ત કરવામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકાના મુદા પર મંથન કરશે.