હિમાચલના ધર્મશાળામાં રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. 20 વર્ષ બાદ ભારતને આ જીત મળી છે.
એક મોટી સિદ્ધિ મેળવતા હિમાચલના ધર્મશાળામાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. આ સાથે ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યો છે. ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 273 રન બનાવ્યાં હતા જવાબમાં ભારતે છ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. આ રીતે ભારતની 4 વિકેટે જીત થઈ હતી. ભારત વતી વિરાટ કોહલીએ સૌથી વધારે 95 રન બનાવ્યાં હતા.
- Advertisement -
કોહલી-શમી બન્યાં આજની જીતના હીરો
ટીમ ઈન્ડિયાની જીતના હીરો વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હતા. કોહલીએ 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમનાર શમીએ 5 વિકેટ ઝડપી હતી. રોહિત શર્માએ 48 રન, ગિલે 26 રન, શ્રેયસ અય્યરે 33 રન અને કેએલ રાહુલે 27 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તે રન આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 39 રને અને શમી 1 રન બનાવીને અણનમ રહ્યા હતા.
India 🇮🇳 make it FIVE in a row!
Ravindra Jadeja with the winning runs 🔥🔥
- Advertisement -
King Kohli 👑 reigns supreme in yet another run-chase for #TeamIndia 😎#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/d6pQU7DSra
— BCCI (@BCCI) October 22, 2023
વિરાટ કોહલી સદીથી ચૂક્યો, 95 રને આઉટ
આ મેચમાં વિરાટ કોહલીની ફરી એક વાર વિસ્ફોટક ઈનિંગ જોવા મળી હતી. કોહલીની સદી થવાની તૈયારી હતી બરાબર ત્યારે જ તે આઉટ થઈ ગયો હતો. કોહલી 95 રનમાં આઉટ થયો હતો.
મોહમ્મદ શમીએ કિવી ટીમના 5 મોટા ખેલાડીઓ રમવા ન દીધા
મેચમાં ભારતે પહેલા બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડની ટીમના 5 મોટા ખેલાડીઓને આઉટ કર્યાં હતા. શમીની આ સફળતાને કારણે જ ન્યૂઝીલેન્ડની ટીમ મોટો સ્કોર કરી શકી નહોતી.
2003 પછી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની પહેલી જીત
2003 પછી વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની આ પહેલી મોટી જીત છે. આ રીતે જીત માટે ભારતને 20 વર્ષ જેટલા લાંબા સમયની પ્રતિક્ષા કરવી પડી. ન્યૂઝીલેન્ડને હરાવતાં જ ભારતને સેમી ફાઈનલની ટિકિટ મળી ગઈ છે. 2019ના ઈંગ્લેન્ડ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પણ ન્યૂઝીલેન્ડે ભારતને 18 રનથી હરાવ્યું છે.
સેમિફાઈનલમાં ક્યારે આવશે ભારત
ન્યૂઝીલેન્ડ સામે જીતની સાથે ભારતના વર્લ્ડ કપમાં 10 પોઈન્ટ થયાં છે એટલે કે તેણે 5 મેચ જીતી છે. આથી ટોપ-4 (સેમી ફાઈનલ)માં આવવાની ભારતની સંભાવના ઘણી વધી ગઈ છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk/c), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ