ખાસ-ખબર સંવાદદાતા
ભારતના ફોરેક્સ રિઝર્વમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે. 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી વિનિમય અનામત 1.85 બિલિયન ડોલરથી વધીને 595.05 બિલિયન ડોલર થયું છે, જે અગાઉના સપ્તાહમાં 593.2 બિલિયન ડોલર હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, વિદેશી મુદ્રા 595.05 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, જે ગયા સપ્તાહે 593.2 બિલિયન ડોલર હતી. આરબીઆઈના ડેટા અનુસાર, ફોરેન કરન્સી એસેટ્સમાં 2.53 બિલિયન ડોલરના ઉછાળા સાથે 527.79 બિલિયન ડોલર થઈ ગઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન સોનાના ભંડારમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભંડાર 472 મિલિયન ડોલરના ઘટાડા સાથે 43.83 બિલિયન ડોલર પર આવી ગયો છે. છઇઈં અનુસાર, ઈંખઋ પાસેના રિઝર્વમાં 118 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 5 બિલિયન ડોલર થઈ ગયું છે. ભારતમાં વિદેશી હૂંડિયામણનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર ઑક્ટોબર 2021માં જોવા મળ્યું હતું જ્યારે વિદેશી વિનિમય અનામત 645 બિલિયન ડોલર પર પહોંચી ગયું હતું. પરંતુ ત્યારપછી છઇઈંએ રૂપિયાને ટેકો આપવા માટે ડોલર વેચવા પડ્યા હતા, જેના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો.
- Advertisement -
ગયા વર્ષે, રશિયા-યુક્રેન યુદ્ધ પછી વિદેશી રોકાણકારોના વેચાણને કારણે, વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 525 બિલિયન ડોલર થઈ ગયો. જો કે, નીચલા સ્તરેથી વિદેશી રોકાણકારો (ઋઈંઈં) દ્વારા ભારે રોકાણને કારણે, વિદેશી હૂંડિયામણ અનામતમાં વધારો થયો છે.