રમિતા જિંદાલનું સપનું તૂટ્યું, મેડલની રેસમાંથી થઈ બહાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
- Advertisement -
પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતની બીજી મેડલ જીતવાની તક ગઈ છે. મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં રમિતા જિંદાલને નિરાશા મળી છે. રમિતા જિંદાલ આ ઈવેન્ટમાં મેડલ જીતવામાં ચૂકી ગઈ છે.
રમિતા જિંદાલ સાતમા સ્થાને રહી. રમિતા જિંદાલે કુલ 145.3 માર્ક્સ મેળવ્યા છે. 24 કલાક પહેલા જ ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુ ભાકરે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે શૂટિંગમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી.