-ટેસવોકમાં કાંસ્ય ચંદ્રક
ચીનમાં રમાઈ રહેલી એશીયન ગેમ્સમાં ભારતનો દમદાર દેખાવ જારી રહ્યો છે અને આજે નવો ઈતિહાસ રચી દીધો હતો.એશીયન રમતોત્સવના ઈતિહાસમાં અત્યાર સુધીનાં સૌથી વધુ મેડલ હાંસલ કર્યા છે. આજે સવારે તિરંદાજીમાં એક ચંદ્રક મળવા સાથે કુલ મેડલની સંખ્યા 71 થઈ હી. ભુતકાળમાં 70 મેડલનો રેકોર્ડ હતો.
- Advertisement -
આ વખતે 100 મેડલનો ટારગેટ રાખવામાં આવ્યો છે જે સપનું સાકાર થઈ જવાનો આશાવાદ છે. રમતોત્સવનાં આજના 11 મા દિવસે ભારતે આર્ચરી (તિરંદાજી)માં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયોતિ સુરેખા જૈનમ તથા ઓજસ દેવતાલેની જોડીએ ફાઈનલમાં દક્ષિણ કોરીયાની ટીમને પરાસ્ત કરી હતી.159-158 ના માર્જીનથી ગોલ્ડ મેળવ્યો હતો. આ સાથે ભારતનો 71 મો મેડલ હતો. ભારતે અત્યાર સુધીનાં એશીયાડનાં ઈતિહાસમાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. એશીયાડમાં ભારતીય ખેલાડીઓનો શાનદાર દેખાવ હજુ જારી જ રહ્યો છે.
First Gold Medal in Archery at the Asian Games!
Well done @VJSurekha and Ojas, for hitting the bullseye in the Mixed Team Compound event, leading to a perfect podium finish. Their exceptional skill, precision and teamwork has ensured great results. Congrats to them. pic.twitter.com/UHNOznTHwe
- Advertisement -
— Narendra Modi (@narendramodi) October 4, 2023
બોકસીંગમાં લવલીનાને હજુ ગોલ્ડમેડલ મળી શકે છે. પી.વી.સિંધુ કવાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. નીરજ ચોપડા પણ એકશનમાં હશે આમ હજુ અનેક ઈવેન્ટમાં ભારતને મેડલ મળી શકે તેમ છે. યાર સુધીમાં ભારતે 17 ગોલ્ડ, 26 સીલ્વર તથા 29 કાંસ્ય ચંદ્રક જીત્યા છે અને મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે