-ભારત સામે અગાઉ તમામ યુદ્ધ હારી ચૂકેલી પાક સેના હવે ચીનના પડખામાં: બે મોરચે લડવાનો સંયુક્ત વ્યુહ
આગામી સમયના સંભવિત યુદ્ધમાં ભારતની સતત વધી રહેલી હવાઈ લડાયક ક્ષમતાથી ચીન તથા પાકિસ્તાન બન્ને થથરી ઉઠયા છે. એક તરફ જે રીતે બાલાસોર એરસ્ટ્રાઈક બાદ પાકના અમેરિકી બનાવટના એફ-16 વિમાનને ભારતીય હવાઈદળના ટચૂકડા મીગ-21 એ તોડી પાડીને દુનિયામાં એરફોર્સ નિષ્ણાંતને પણ આશ્ચર્યચકીત કર્યા
- Advertisement -
બાદ રશિયન બનાવટના સુખોઈની અતિ આધુનિક શ્રેણી અને હવે ફ્રાન્સ પાસેથી રાફેલ વિમાનો તથા હાલમાં જ વડાપ્રધાન મોદીની ફ્રાન્સની મુલાકાત બાદ સી-રાફેલ વિમાન માટે પણ સોદો થયો પછી ભારતની હવાઈ લડાયક ક્ષમતામાં વધારો થતા હવે ચીન તથા પાકિસ્તાન બન્નેએ સંયુક્ત રીતે ભારતના એર-પાવર કેમ મુકાબલો કરવો તેની સંયુક્ત કવાયત શરૂ કરી છે. ભારતીય હવાઈદળના રાફેલ વિમાનોને હવામાં ફકત દેશની હવાઈ સીમા જ નહી પણ જો વ્યાપક યુદ્ધ થાય તો દક્ષિણ ચીન સમુદ્ર સહિતના ક્ષેત્રોને આવરી લેતી યુદ્ધ કવાયત કરી હતી
તો કવાડ સમજુતી મુજબ ભારત-અમેરિકા પણ સંયુક્ત રીતે લશ્કરી કવાયત યોજી રહ્યા છે અને ભારતને લાંબા અંતરની મિસાઈલ પ્રણાલી ક્ષમતા પણ હાંસલ કરી છે. યુદ્ધ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો યુદ્ધ થાય તો ભારતે બે મોરચે ચીન અને પાક બન્ને સામે ભૂમિ ઉપરાંત હવાઈ યુદ્ધ લડવું પડશે અને તે મુજબ ભારત આગળ વધી રહ્યું છે તેથી હવે ચીન અને પાકે હવે સંયુક્ત હવાઈ કવાયત કરીને ભારતની હવાઈ ક્ષમતાનો મુકાબલો કેમ કરવો તે નિશ્ચીત કરવા પ્રયાસ કર્યા છે. આ કવાયતમાં ચીન-પાકના હવાઈદળના લડાયક વિમાનો સામેલ થશે.