3 માસમાં ભારતના 12,928 લોકોને અમેરિકાની નાગરિક્તા અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું જોનારા ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આ સપનું પુરું કરવા અમેરિકા જાય છે. અમેરિકન ઈમિગ્રેશન વિભાગ યુએસસીઆઈએસના એક રિપોર્ટમાં આ બાબતને સમર્થન મળે છે. આ રિપોર્ટ મુજબ આ વર્ષે અમેરિકાની નાગરિક્તા લેનારા લોકોમાં ભારતીયો બીજા ક્રમે છે જ્યારે મેક્સિકો ટોચ પર છે.
- Advertisement -
અમેરિકાએ 2022 દરમિયાન 15મી જૂન સુધીમાં 6,61,500 લોકોને નાગરિક્તા આપી છે. અમેરિકાએ નાણાકીય વર્ષ 2022 દરમિયાન 15મી જૂન સુધીમાં 6,61,500 લોકોને નાગરિક્તા આપી છે. નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં મેક્સિકો પછી ભારત પ્રાકૃતિક અમેરિકન નાગરિકો માટે જન્મના દેશ તરીકે બીજો સૌથી મોટો દેશ છે.
આપણા દેશના ઈતિહાસમાં જીવન અને સ્વતંત્રતાના વચન તેમજ સુખનો પીછો કરવાની સ્વતંત્રતાએ સમગ્ર વિશ્વમાં લાખો લોકોને અમેરિકાને તેમનું ઘર બનાવવા આકર્ષિક કર્યા છે તેમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસના ડિરેક્ટર એમ. જડ્ડોયુએ કહ્યું હતું.
નાણાકીય વર્ષ 2021માં યુએસસીઆઈએસએ 8,55,000 નવા નાગરિકોને આવકાર્યા હતા. નાણાકીય વર્ષ 2022માં યુએસસીઆઈએસે 15મી જૂન સુધીમાં 6,61,500 લોકોને અમેરિકાના નવા નાગરિકો તરીકે આવકાર્યા છે તેમ એજન્સીએ જણાવ્યું હતું. યુએસસીઆઈએસે જણાવ્યું હતું કે, તે આ વર્ષે સ્વતંત્રતા દિનની ઊજવણી કરે છે.
વિભાગ 1લીથી 8મી જુલાઈ વચ્ચે 140 થી વધુ કાર્યક્રમોમાં 6,600થી વધુ નવા નાગરિકોને આવકારીને સ્વતંત્રતા દિવસની ઊજવણી કરશે. યુએસ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2022ના પહેલા ત્રિમાસિકમાં જ’દેશીકરણ’ના માધ્યમથી નાગરિક્તા મેળનારા લોકોમાં 34 ટકા લોકો મેક્સિકો, ભારત, ફિલિપાઈન્સ, ક્યૂબા અને ડોમિનિકન રિપબ્લિકના હતા. તેમાંથી મેક્સિકોના 24,508 અને ભારતના 12,928 લોકોને નાગરિક્તા અપાઈ છે. વધુમાં ફિલિપાઈન્સના 11,316, ક્યૂબાના 10,689 અને ડોમિનિકન ગણરાજ્યના 7,046 લોકોને અમેરિકાની નાગરિક્તા અપાઈ.