-સૌથી વધુ પ્રદુષણ ધરાવતો દુનિયાનો બીજા નંબરનો દેશ
પાટનગર દિલ્હીથી માંડીને દેશના મોટાભાગનાં શહેરોમાં વખતો વખત પ્રદુષણ જોખમી સ્તરે પહોંચી જાય છે. ત્યારે પ્રદુષણને કારણે ભારતીયો સરેરાશ 5.3 વર્ષનું આયુષ્ય ગુમાવતા હોવાનો ચોંકાવનારો રીપોર્ટ શિકાગો યુનિવર્સીટીએ જાહેર કર્યો છે. દિલ્હીમાં તો પ્રદુષણ સ્તર ઘણુ ઉંચુ છે અને તેમાં દિલ્હીવાસીઓ સરેરાશ 11.7 વર્ષનું આયુષ્ય ગુમાવે છે. શિકાગો યુનિવર્સીટીની એનર્જી પોલીસી ઈન્સ્ટીટયુટ દ્વારા એર કવોલીટી લાઈક ઈન્ડેકસ જારી કરવામાં આવ્યો છે.
- Advertisement -
રીપોર્ટમાં એમ કહેવાયું છે કે અનેક ભાગોમાં પ્રદુષણ સ્તર ખતરનાક છે. ગુડગાંવમાં લોકોનું આયુષ્ય 11.2 વર્ષ, ફરીદાબાદમાં 10.8 વર્ષ તથા મૈનપુરમાં 10.1 વર્ષ ઓછુ થઈ રહ્યું છે. ભારત વિશ્વમાં બાંગ્લાદેશ બાદ બીજા નંબરનો સૌથી વધુ પ્રદુષણ ધરાવતો દેશ હોવાનું જાહેર કરતા રીપોર્ટમાં એમ કહેવાયું છે
કે લખનૌ, કાનપુર, મુઝફરપુર પ્રયાગરાજ તથા પટણા પણ ગંભીર પ્રદુષણ ધરાવતા શહેરોની યાદીમાં સામેલ છે. રીપોર્ટ પ્રમાણે લગભગ તમામ 1.3 અબજ ભારતીયો વિશ્વ આરોગ્ય સંગઠનના નિયત માપદંડ કરતા વધુ પ્રદુષણ ધરાવતાં પ્રદેશોમાં વસસવાટ કરે છે 68 ટકા લોકો દેશનાં જ નિયત પ્રદુષણ સ્તર કરતા વધુ પ્રદુશીત ભાગોમાં રહે છે. ભારતમાં માનવ જીવન માટે પ્રદુષણ સૌથી મોટો ખતરો હોવાનું રીપોર્ટમાં જાહેર કરાયું છે. વિશ્વમાં પ્રદુષણથી સરેરાશ આયુષ્ય 2.3 વર્ષ ઘટી રહ્યું છે તે સામે ભારતમાં સરેરાશ 5.3 વર્ષનુ છે.