-પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા હવે ત્રીજા અને ચોથા સ્પોટ માટેની મેચમાં જાપાન સામે જીત મેળવવી જરૂરી
ભારતીય મહિલા હોકી ટીમ માટે મુશ્કેલીઓમાં વધારો થયો છે. મહિલા ઓલિમ્પિક ક્વોલિફાયર ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં તેને જર્મની સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો વચ્ચેની મેચ 2-2થી ડ્રો રહી હતી.
- Advertisement -
ભારતીય ટીમે છેલ્લી ઘડીએ ગોલ ફટકારી 2-2 મેચ ટાઇ કરી હતી અને ત્યારબાદ મેચ પેનલ્ટી શૂટ આઉટ તરફ ગઈ. આ પછી પરિણામ પેનલ્ટી શૂટઆઉટમાં આવ્યું જેમાં ભારતીય ટીમ હારી હતી.
જો ભારતીય મહિલા ટીમ આ વર્ષે યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા માંગે છે તો તેની પાસે માત્ર એક જ તક બાકી છે, તેણે જાપાન સામેની કરો યા મરો જંગમાં કોઈપણ રીતે મેચમાં જીત મેળવવી પડશે. આ મેચ ત્રીજા અને ચોથા સ્પોટ માટે રમાશે. જ્યારે ત્રીજા સ્પોટ પર રહેનાર ટીમને મળશે.
પેરિસ ઓલિમ્પિક્સમાં સ્થાન. રવિવારે ભારત અને જાપાન વચ્ચે મેચ રમશે. બીજી બાજુ, જર્મની અને યુએસએ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. રાંચીમાં મહિલા ટીમને સપોર્ટ કરવા પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સ્ટેડિયમ પર મેચ નિહાળવા પહોચ્યો હતો.
- Advertisement -