ઓલિમ્પિકમાં ભારત માટે લગાવી હતી હેટ્રિક, દિગ્ગજ હોકી ખેલાડી વંદનાએ નિવૃતી જાહેર કરી
ભારતીય મહિલા ટીમની અનુભવી ખેલાડી વંદના કટારિયાએ મંગળવારે આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહી દીધું. તેણે કહ્યું કે, તે તેની 15 વર્ષની સુવર્ણ કારકિર્દીના શિખર પર જઈ રહી છે. ભારત માટે 320 મેચ રમનાર 32 વર્ષીય સ્ટ્રાઈકર કટારિયાએ ભારતીય મહિલા હોકીના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમી છે. તેના નામે 158 ગોલ પણ નોંધાયેલા છે.
- Advertisement -
તેણીએ કહ્યું, ’હું નિવૃત્તિ નથી લઈ રહી કારણ કે મારી અંદરનો જુસ્સો ઓછો થઈ ગયો છે અથવા મારામાં અંદર સ્પોર્ટ્સ મેનશિપ નથી, પરંતુ કારણ કે હું મારી કારકિર્દીના શિખર પર નિવૃત્તિ લેવા માંગુ છું, જ્યારે હું હજી પણ શ્રેષ્ઠ સ્થિતિમાં છું.’
હરિદ્વારના વતની કટારિયાએ ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરમાં FIH પ્રો-લીગમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. વંદનાએ ભારત માટે 300થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક નોંધાવી હતી. આમ કરનાર તે પ્રથમ મહિલા ખેલાડી બની હતી.
વંદના હરિદ્વારના રોશનાબાદની રહેવાસી છે. તેણી જુનિયર વર્લ્ડ કપ 2013માં શાનદાર રીતે રમી ત્યારે તેણી તેની રમતથી ચર્ચામાં આવી હતી. તેણે વિશ્વ કપમાં ભારત માટે સૌથી વધુ પાંચ ગોલ કર્યા હતા.
જુનિયર વર્લ્ડ કપ 2013માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પ્રદર્શન બાદ તેને ભારતીય મહિલા હોકી ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો. ભારત તરફથી રમતી વખતે તેણે 2014 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ પછી, તેણે 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2023માં બ્રોન્ઝ મેડલ જીત્યો. વંદનાએ કેપ્ટન તરીકે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2016માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.
જુનિયર વર્લ્ડ કપ 2013માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પ્રદર્શન બાદ તેને ભારતીય મહિલા હોકી ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો. ભારત તરફથી રમતી વખતે તેણે 2014 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.આ પછી, તેણે 2018 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને 2023માં બ્રોન્ઝ મેડલ જીત્યો. વંદનાએ કેપ્ટન તરીકે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2016માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.
- Advertisement -
2018માં તેણે સિલ્વર કબજે કર્યો હતો. જ્યાં તેણે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત ચોથા ક્રમે રહ્યું હતું. આમાં વંદનાએ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વંદનાને ભારતીય હોકીમાં તેના યોગદાન અને તેની ઉત્તમ રમત માટે ઘણા પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. જેમાંથી તેને 2021માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ પછી તેને 2022માં પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો. વંદનાએ ભારત તરફથી રમતા 320 મેચમાં 158 ગોલ કર્યા છે. વંદનાને ભારતીય હોકીમાં તેના યોગદાન અને તેની ઉત્તમ રમત માટે ઘણા પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. જેમાંથી તેને 2021માં અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ પછી તેને 2022માં પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો.વંદનાએ ભારત તરફથી રમતા 320 મેચમાં 158 ગોલ કર્યા છે.