-મોદી સરકારના 9 વર્ષમાં માર્કેટકેપ દોઢ ટ્રીલીયન ડોલરથી વધીને ચાર ટ્રીલીયન ડોલરે પહોંચ્યું
ભારતીય શેરબજારનું માર્કેટકેપ પ્રથમ વખત ચાર ટ્રીલીયન ડોલરને પાર થયું છે અને મુંબઇ શેરબજારમાં લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપીટલાઇઝેશન 3.45 લાખ કરોડને વટાવી ગયું હતું. ભારતીય શેર માર્કેટને 3 થી 4 ટ્રીલીયન ડોલર સુધી પહોંચવામાં અઢી વર્ષ લાગ્યા હતાં. અમેરિકી ડોલર સામે 83.31ના કરન્સી રેટના આધારે ભારતીય શેરબજારનું માર્કેટકેપ 4000 અબજ ડોલર અર્થાત ચાર ટ્રીલીયન ડોલર થવા જાય છે. ભારતીય શેરબજાર કોરોનાકાળ વખતથી વન-વે તેજીમાં રહ્યું છે. કોરોનાના પ્રારંભિક ગભરાટ બાદ ઇન્વેસ્ટરોએ જંગી નાણુ શેરમાર્કેટમાં રોકવાનું શરૂ થઇ ગયો હતો.
- Advertisement -
જે ચઢાવ ઉતાર વચ્ચે એકધારો ચાલુ જ રહ્યો છે. માર્ચ 2020થી અત્યાર સુધીના સાડાત્રણ વર્ષના સમયગાળામાં ભારતીય શેરબજારનું માર્કેટકેપ 3 ગણું થયું છે. પાંચ રાજ્યોની વિધાસનભા ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત દેખાવ કરીને ત્રણ રાજ્યો કબ્જે કરી લેતા માર્કેટ તેજીનાં નવા ઝોનમાં આવ્યાનું અને બે દિવસથી ઇન્ડેક્સ નવી ઉંચાઇ સર કરી રહ્યાનું અત્રે ઉલ્લેખનીય છે. ભાજપની આ રાજકીય જીતથી લોકસભા ચૂંટણીમાં પણ આસાનીથી જીત મળ્યાની આશા વધુ દ્રઢ બનતા ઇન્વેસ્ટરોનો વિશ્વાસ વધ્યો છે. બ્લુમબર્ગના આંકડાકીય રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે
કે માર્ચ 2020 બાદ ભારતીય શેરબજારનું માર્કેટ કેપ ત્રણ ગણું થયું છે. 3 થી 4 ટ્રીલીયન ડોલરને પહોંચવામાં અઢી વર્ષ થયા છે. 24 મે 2021ના રોજ માર્કેટ કેપ 3000 અબજ ડોલર થયું હતું. ભારતીય શેરબજારના માર્કેટકેપને 1000 અબજ ડોલરથી 1500 અબજ ડોલર સુધી પહોંચવામાં સાત વર્ષ થયા હતા. બીએસઇમાં લીસ્ટેડ કંપનીઓનું મૂલ્ય પ્રથમ વખત 28 મે 2007ના રોજ 1000 અબજ ડોલર થયું હતું. ત્યારબાદ 6 જાન્યુ 2014ના રોજ 1500 અબજ ડોલર થયું હતું. 10 જુલાઇ 2017ના રોજ 2000 અબજ ડોલર થયું હતું. મોદી સરકારના 9 વર્ષમાં ભારતીય શેરબજારનું મૂલ્ય 1500 અબજ ડોલરથી વધીને 4000 અબજ ડોલરે પહોંચ્યું છે.



