આજે એટલે કે બિઝનેસ અઠવાડિયાના છેલ્લા દિવસે તમે શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશો નહીં. ગુરુ નાનક જયંતિ નિમિત્તે આજે ભારતીય શેરબજાર બંધ રહેશે અને આ સમયગાળા દરમિયાન BSE-NSE પર કોઈ ટ્રેડિંગ થશે નહીં.
જો તમે શેર માર્કેટમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. ગુરુ નાનક જયંતિના કારણે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. આ સિવાય આજે બેંકોમાં પણ રજા છે, જોકે ઓનલાઈન બેંકિંગ સેવાઓ પહેલાની જેમ જ ઉપલબ્ધ રહેશે.
- Advertisement -
ગુરુ નાનક જયંતિ નિમિત્તે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બીએસઈમાં રજા હોવાને કારણે આજે 15 નવેમ્બરને શુક્રવારે કોઈ ટ્રેડિંગ થશે નહીં એટલે કે ભારતીય શેરબજારો આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે.
BSE હોલિડે કેલેન્ડર મુજબ, 2024માં 16 દિવસની ટ્રેડિંગ રજાઓ જાહેર કરવામાં આવી છે અને આ વર્ષે અત્યાર સુધીમાં તેઓ 13 દિવસ માર્કેટ બંધ રહ્યું છે. આ પછી 25 ડિસેમ્બર, બુધવારે નાતાલના અવસર પર બજારો બંધ રહેશે. આ સિવાય મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે 20 નવેમ્બરે શેરબજાર બંધ રહેશે. આજે ગુરુ નાનક જયંતિની રજાના કારણે આજે BSE અને NSE બંધ છે, એ બાદ શનિવાર અને રવિવારની રજા આવશે. આ પછી 20 નવેમ્બર બુધવારે પણ ભારતીય શેરબજારો બંધ રહેશે. ટુંકમાં 24 નવેમ્બર સુધી માત્ર ચાર દિવસ જ માર્કેટમાં ટ્રેડિંગ થશે.
- Advertisement -