રેલવેમાં ટેન્ડર પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે, ટેન્ડરને બદલે ઓનલાઈન બિડિંગ સાથે ઈ-ઓકશનનો પાયલોટ પ્રોજેક્ટ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝનમાં ટૂંક સમયમાં 1 જૂન, 2022થી શરૂ થશે. રાજકોટ ડિવિઝનની ટેન્ડર પ્રક્રિયા હવે સરકારના ઈ-ઓક્શન પ્લેટફોર્મ પર ઈ-ઓક્શન દ્વારા પૂર્ણ કરવામાં આવશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, રાજકોટ ડિવિઝનમાં કોમર્શિયલ આવક અને નોન-ફેર રેવન્યુ સંબંધિત કોન્ટ્રાક્ટ ઇ-ઓક્શન દ્વારા પૂરા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિસ્ટમ હેઠળ, રસ ધરાવતા વધુને વધુ વ્યક્તિઓ અને પેઢીઓ ભાગ લઈ શકે તે માટે ટેન્ડરને બદલે ઈ-ઓક્શનની જોગવાઈ કરવામાં આવી છે. રસ ધરાવતી વ્યક્તિઓ, પેઢીઓ અને સંસ્થાઓ આઈઆરઈપીએસ વેબસાઈટ પર ઈ-ઓક્શનની માહિતી મેળવી શકે છે.
ઇ-ઓક્શનમાં ભાગ લેનાર બિડરની આવશ્યક લાયકાત તેનું નાણાકીય ટર્નઓવર હશે.
તેમજ સ્વઘોષિત દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. આ માટે આઈઆરઈપીએસની વેબસાઈટ પર વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈ ભૌગોલિક પ્રતિબંધ રહેશે નહીં.