સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઈન્ડોનેશિયા ઓપન જીતી છે. આ જોડીએ ફાઈનલ મેચમાં મલેશિયાના એરોન ચિયા અને સોહ વુઈ યીકને હરાવ્યા હતા.
ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઈન્ડોનેશિયા ઓપનનું ટાઈટલ જીતી લીધું છે. મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતીય જોડીએ એરોન ચિયા અને સોહ વુઇ યીકની મલેશિયાની જોડીને સીધી ગેમમાં 21-17, 21-18થી હાર આપી હતી. સાત્વિક અને ચિરાગે મલેશિયાની જોડી સામે 7 વખત હાર્યા બાદ પ્રથમ જીત મેળવી હતી.
- Advertisement -
ઈન્ડોનેશિયા ઓપનની ડબલ્સ ઈવેન્ટમાં ભારતનું આ પહેલું ટાઈટલ પણ છે. સાત્વિક અને ચિરાગ અગાઉ સુપર 100, સુપર 300, સુપર 500 અને સુપર 750ના ટાઇટલ જીતી ચૂક્યા છે. તેઓ તમામ સુપર ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય જોડી પણ છે. પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે 2017માં ટાઇટલ જીત્યું હતું.
India's Satwiksairaj Rankireddy and Chirag Shetty beat Malaysia's Aaron Chia and Soh Wooi Yik to win the final of #IndonesiaOpen2023 pic.twitter.com/yVWqAbgUoE
— ANI (@ANI) June 18, 2023
- Advertisement -
ભારતીય જોડીએ પ્રથમ ગેમ જીતી હતી
ભારતના સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પ્રથમ ગેમ જીતી હતી. મલેશિયાની જોડીએ મેચની શરૂઆત જોરદાર રીતે કરી હતી. તેની પાસે 0-3ની લીડ હતી, ત્યારબાદ સ્કોર 3-7 થઈ ગયો. ત્યારપછી ભારતીય જોડીએ પુનરાગમન કર્યું અને 11-9ની લીડ મેળવી લીધી. આ દરમિયાન સાત્વિક અને ચિરાગે સતત 6 પોઈન્ટ મેળવ્યા હતા. અંતે ભારતીય જોડીએ પ્રથમ ગેમ 18 મિનિટમાં 21-17થી જીતી લીધી હતી.
બીજી ગેમમાં કાંટાની ટક્કર
કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન સાત્વિક અને ચિરાગની જોડીને બીજી ગેમમાં પણ એરોન ચિયા અને સોહ વુઈ યીક સામે રમવું મુશ્કેલ લાગ્યું. એક તબક્કે મેચ 5-5ની બરાબરી પર હતી. પરંતુ તે પછી ભારતીય જોડીએ લીડ લેવાનું શરૂ કર્યું. બીજા હાફના બ્રેકમાં ભારતીય જોડી 11-8થી આગળ હતી. આ પછી સાત્વિક અને ચિરાગે તેમની રમતમાં વધારો કર્યો. તેની લીડ વધીને 20-14 થઈ ગઈ હતી. પરંતુ આ પછી સાત્વિક અને ચિરાગ ભૂલો કરવા લાગ્યા. મલેશિયાની જોડીએ સતત 4 પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ અંતે ભારતીય જોડીએ ગેમ જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.