કેનેડાની એક સ્કૂલ પાર્કિગમાં 18 વર્ષના ભારતીય યુવાનની ખુલ્લેઆમ ચાકુ મારીને હત્યા કરી દીધી. ચાકૂ મારનાર 117 વર્ષનો આરોપી યુવાનની પણ ધરપકડ કરવામાં આવી છે.
કેનેડાના બ્રિટિશ કોલંબિયા વિસ્તારમાં આવેલી તમનાવિસ સેકેન્ડરી હાઇ સ્કૂલના પાર્કિગમાં ભારતીય મૂળના 18 વર્ષના યુવાનની ચોકુ મારીને હત્યા કરી દીધી. જેની ઓળખ મહકપ્રીત સેઠીના રૂપમાં કરી છે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે, પીડિત અને હુમલાવર એક બીજાને પહેલેથી જ ઓળખતા હતા. સ્કૂલના પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, બંન્નેનો પાર્કિગમાં ઝઘડો થયો હતો, પરંતુ પીડિત સ્કૂલનો વિદ્યાર્થી નથી. હુમલાવરની પણ ધરપકડ થઇ હતી.
- Advertisement -
IHIT Media Release – Surrey
Youth arrested in Surrey stabbinghttps://t.co/E0LTqDvU70 pic.twitter.com/5h8WDXI6Se
— IHIT (@HomicideTeam) November 24, 2022
- Advertisement -
કેનેડાના રાષ્ટ્રીય પોલીસ દળના પ્રવક્તા વૌનેસા મુનના જણાવ્યા અનુસાર, પોલીસને બપોર પહેલા આ હુમલાની જાણકારી મળી હતી. પોલીસ મિનિટોની અંદર પહોંચી ગઇ હતી અને વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે પહોંચાડવામાં આવ્યો હતો. જો કે, તે હોસ્પિટલમાં જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઇન્ટ્રિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. પોલીસએ વિદ્યાર્થીઓની તપાસ કરી રહી છે, જેમણે આ ઘટના નજર સામે જોઇ કે, તેમની પાસે તેમનો વીડિયો હોય. આ બાબતે કોઇ પણ જાણકારી મળે કે સાક્ષી તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું છે.