ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ વર્ષ 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિના પદની ચુંટણી લડવા માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. જેની સાથે જ અત્યાર સુધી ભારતીય મૂળના બે લોકો અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ઉમેદવારી પત્રની રેસમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય મૂળના જ નિક્કી હેલીએ પણ વર્ષ 2024માં રાષ્ટ્રપતિ પદની ચુંટણી લડવા માટે જાહેરાત કરી દીધી છે.
કોણ છે વિવેક રામાસ્વામી?
વિવેક રામાસ્વામી એક કરોડપતિ બિઝનેસમેન છે અને અમેરિકાના રાજ્ય આઇઓવામાં તેઓ પોતાની ઉમેદવારીના પ્રચારને લઇને કેટલાય કાર્યક્રમ આયોજીત કરી રહ્યા છે. રામાસ્વામીનું કહેવું છે કે, તેઓ વિચાર આધારિત કેમ્પેન શરૂ કરવા પર ફોકસ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, રામાસ્વામીના પિતા એક જનરલ ઇલેક્ટ્રિક એન્જીનિયર હતા અને ભારતના કેરળથી અમેરિકામાં વસી ગયા હતા. રામાસ્વામીની મા એક મનોચિકિત્સક હતા. રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં થયો. હાવર્ડ અને યેલે યૂનિવર્સિટીથી અભ્યાસ કરનાર વિવેક રામાસ્વામીની સંપત્તિ 500 મિલિયન ડોલરની નજીક છે. વિવેક રામાસ્વામી એક બાયોટેક કંપનીના માલિક છે.
- Advertisement -
નિક્કી હેલી પણ ચુંટણી લડવાનો પ્લાન કરી ચૂક્યા છે
આ પહેલા અમેરિકામાં સાઉથ કૈરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલી પણ અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી લડવાનો પ્લાન કરી ચૂક્યા છે. નિક્કી હેલી રિપબ્લિક પાર્ટીથી પોતાની દાવેદારી રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રિપબ્લિક પાર્ટીથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચુંટણીના મેદાનમાં ઉતરવાનો પ્લાન કરી ચૂક્યા છે.
ભારતીય મૂળના કમલા હૈરિસ હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. દુનિયાના કેટલાય દેશોમાં ભારતીય મૂળના લોકોનો દબદબો વધી રહ્યો છે. બ્રિટેનમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનક વડાપ્રધાન પદની જવાબદારી સંભાળી રહ્યા છે.