ભારતીય સૌસેનાની સમુદ્રી તાકાતમાં વધારો કરતા ‘સૈંન્ડ શાર્ક’ સબમરીન સમુદ્રી બેડામાં સામેલ થઈ ગઈ છે. આજે મુંબઈ સ્થિત નેવલ ડોકયાર્ડમાં આઈએનએસ વાગીરને એડમીરલ આર.હરિકુમાર એ સમુદ્રમાં તરતી કરી હતી. અગાઉ જ ભારતીય નૌકાદળ પાસે ચાર આ પ્રકારની સબમરીન છે અને હવે તે પાંચમી બની છે.
છેલ્લા 24 માસમાં ભારતીય નૌકાદળમાં ત્રણ નવી સબમરીન સામેલ થઈ છે. આઈએનએસ વાગીરએ સમુદ્રની સપાટી પર અને સમુદ્રના તળીયા સુધી સી માઈન્ડ બીછાવવા તેમજ તેને નષ્ટ કરવા સહિતની ક્ષતિઓ ધરાવે છે અને તે એક જાસૂસી સબમરીનની પણ ભૂમિકા ભજવે છે.
- Advertisement -
INS વાગીરની વિશેષતા જાણો
આ સબમરીનમાં ઓક્સિજન બનાવવાની પણ તાકાત રહેલી છે જેના કારણે તે લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે. મજગાવ ડોક લિમિટેડ દ્વારા તેને બનાવવામાં આવી છે. 12 નવેમ્બર 2020 ના રોજ તેનું નિર્માણ શરૂ થયું હતું. જે 221 ફૂટ લાંબી છે અને તેનું બીમ 20 ફૂટ છે. ઊંચાઈ 40 ફૂટ અને ડ્રાફ્ટ 19 ફૂટ છે.
Maharashtra | The fifth Submarine of Project 75 Kalvari class, Vagir all set to be commissioned shortly into the Indian Navy in the presence of Adm R Hari Kumar CNS at the Naval Dockyard Mumbai. pic.twitter.com/oau0POjwX9
- Advertisement -
— ANI (@ANI) January 23, 2023
INS વાગીરના શસ્ત્રો
INS વાગીરમાં 6×533 mm ટોર્પિડો ટ્યુબ છે. જેમાં 18 SUT ટોર્પિડો તૈનાત કરી શકાય છે. આ સિવાય INS વાગીરમાં SM 39 Exocet એન્ટી શિપ મિસાઈલ લગાવી શકાય છે. આ મિસાઇલો સબમરીનની અંદરથી શાંતિપૂર્વક બહાર આવે છે અને સીધો દુશ્મન જહાજ અથવા યુદ્ધ જહાજ પર હુમલો કરે છે. તેમની ઝડપ 1148 કિલોમીટર પ્રતિ કલાક છે. INS વાગીર નામ ઇતિહાસ સાથે જોડાયેલ નામ છે. નવી INS વાગીર પહેલા, ભારત પાસે વર્ષ 1973માં આ જ નામની સબમરીન હતી. તેમણે વર્ષ 2001 સુધી ભારતીય નૌકાદળમાં કામ કર્યું હતું અને ખરા અર્થમાં તેનું નામ સેન્ડફિશની એક પ્રજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.