ભારતીય નૌસેના ગયા વર્ષે સ્વાવલંબન સેમિનારમાં ૭૫ ટેકનોલોજીને વિકસાવવાનું વચન આપ્યું હતું, જે તેણે હાંસલ કયુ હતું. આ વખતે ઉધોગને નવા પડકારોનો સામનો કરવો પડશે. નેવી પસ્પ્રિન્ટથ પહેલ હેઠળ નવા ઉત્પાદનોના વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે. ભારતીય નૌસેના એક અપડેટેડ સ્વદેશીકરણ રોડમેપનું અનાવરણ કરવા જઈ રહ્યું છે.
આ સંદર્ભે, આવતા અઠવાડિયે બે દિવસીય મેગા કોન્કલેવનું આયોજન કરવામાં આવશે, જેમાં અંડરવોટર ડ્રોન, અિશામક પ્રણાલી અને રોબોટિકસ સંબંધિત સ્થાનિક ટેકનોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે 4 અને 5 ઓકટોબરના રોજ કોન્કલેવનું આયોજન કરવામાં આવશે. આ વાર્ષિક સ્વાવલંબન સેમિનારની બીજી આવૃત્તિમાં રોડમેપ બહાર પાડવામાં આવશે.જણાવવામાં આવ્યું છે કે આ મેગા કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. નૌસેનાના નાયબ વડા વાઈસ એડમિરલ સંજય જસજીત સિંહે જણાવ્યું હતું કે ભારતીય નૌસેના ગયા વર્ષે સ્વાવલંબન સેમિનારમાં 75 ટેકનોલોજી વિકસાવવાનો સંકલ્પ કર્યેા હતો. જે તેણે હાંસલ કરી છે. આ પ્રતિબદ્ધતાને સાકાર કરવા માટે નૌસેના નોંધપાત્ર સમય અને પ્રયત્નો આપ્યા છે.
- Advertisement -
તેમનું કહેવું છે કે સ્વાવલંબન પહેલને ઘણી લોકપ્રિયતા મળી છે અને તે સતત વેગ પકડી રહી છે. તેઓ એ કહેતા ખુશ છે કે ગયા વર્ષે આપેલા વચનો પૂરા થયા છે. આ સિવાય નેવી કેટલીક બાબતોમાં તેનાથી આગળ નીકળી ગઈ છે. સ્વાવલંબન સેમિનાર દરમિયાન આ ટેકનોલોજીઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ નવા રોડમેપને સ્વાવલંબન 2.0 નામ આપવામાં આવ્યું છે. વાઈસ એડમિરલ સંજય જસજીત સિંહ કહે છે કે હવે ઉધોગ સામે નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.સેમિનારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો છે. વાઈસ એડમિરલ કહે છે કે નેવી સ્પ્રીન્ટ પહેલ હેઠળ નવા ઉત્પાદનોના વિકાસને પ્રોત્સાહિત કરી રહી છે જે ગયા વર્ષે જુલાઈમાં નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન સેમિનારમાં શરૂ કરવામાં આવી હતી. આ ઉત્પાદનોને સંરક્ષણ મંત્રાલયની ઇનોવેશન ફોર ડિફેન્સ એકસેલન્સ સ્કીમ અને ભારતીય નૌસેનાના ટેકનોલોજી ડેવલપમેન્ટ એકિસલરેશન સેલ હેઠળ વિકસાવવામાં આવી રહી છે. આગામી આવૃત્તિ શ્રેણીની બીજી આવૃત્તિ હશે. સેમિનારનો ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે ભારતીય ઉધોગ અને શિક્ષણવિદોને સામેલ કરવાનો છે