જો તમે ક્રિકેટના શોખીન છો તો તમને એ જાણીને ખુશી થશે કે નવા વર્ષ 2026માં પણ ભારતીય ખેલાડીઓ દર મહિને મેદાન પર રમતા જોવા મળશે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલો આ સિલસિલો 2026માં પણ યથાવત રહેશે. ભારતીય ટીમ અથવા તેના ખેલાડીઓને તમે દર મહિને ક્રિકેટ રમતા જોવા મળશે. T20 વર્લ્ડ કપ 2026થી લઈને એશિયન ગેમ્સ 2026 સુધી બંને આ વર્ષે યોજાવાના છે. આમ ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે પણ ખૂબ જ વ્યસ્ત રહેશે. નવા વર્ષનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે? ટીમ ઈન્ડિયા ક્યારે, ક્યાં અને કોની સામે રમશે? આ તમામ વિગતો અમે તમને જણાવીશું. કેટલીક સીરિઝ તો પહેલાથી જ શેડ્યૂલ છે.
ટીમ ઈન્ડિયા નવા વર્ષ 2026ની શરૂઆત ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝ સાથે કરશે. આ સીરિઝ 11 જાન્યુઆરી, 2026ના રોજ શરૂ થશે. બીજી વનડે 14 જાન્યુઆરીએ અને ત્રીજી 18 જાન્યુઆરીએ રમાશે. ત્યારબાદ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝ રમાશે. પહેલી T20 મેચ 21 જાન્યુઆરીએ, બીજી 23 જાન્યુઆરીએ, ત્રીજી 25 જાન્યુઆરીએ, ચોથી 28 જાન્યુઆરીએ અને પાંચમી 31 જાન્યુઆરીએ રમાશે.
- Advertisement -
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ વનડે શેડ્યૂલ
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- પ્રથમ વનડે મેચ- 11 જાન્યુઆરી વડોદરામાં
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- બીજી વનડે મેચ- 14 જાન્યુઆરી રાજકોટમાં
- Advertisement -
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- ત્રીજી વનડે મેચ- 18 જાન્યુઆરી ઈન્દોરમાં
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ T20 શેડ્યૂલ
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- પ્રથમ T20 મેચ- 21 જાન્યુઆરી નાગપુરમાં
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- બીજી T20 મેચ- 23 જાન્યુઆરી રાયપુરમાં
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- ત્રીજી T20 મેચ- 25 જાન્યુઆરી ગુવાહાટીમાં
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- ચોથી T20 મેચ- 28 જાન્યુઆરી વિશાખાપટ્ટનમમાં
ઈન્ડિયા vs ન્યુઝીલેન્ડ- પાંચમી T20 મેચ- 31 જાન્યુઆરી તિરુવંતપુરમમાં
ફેબ્રુઆરી 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
વર્ષ 2026ના બીજા મહિનામાં એટલે કે, ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વ્યસ્ત રહેશે. આ મેગા ઈવેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થશે. પહેલા દિવસે ભારત યુએસએ, 12 ફેબ્રુઆરીએ નામિબિયા, 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને 18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે ટકરાશે. ત્યારબાદની મેચોનું શેડ્યૂલ ભારતીય ટીમ સુપર 8 તબક્કામાં પહોંચે છે કે નહીં તેના પર નિર્ભર રહેશે. ત્યારબાદ સેમિફાઈનલ અને ફાઈનલ રમાશે. આ ટુર્નામેન્ટ 8 માર્ચ સુધી ચાલશે.
T20 વર્લ્ડ કપ 2026: ઈન્ડિયા vs યુએસએ મેચ- 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં
T20 વર્લ્ડ કપ 2026: ઈન્ડિયા vs નામીબિયા મેચ- 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં
T20 વર્લ્ડ કપ 2026: ઈન્ડિયા vs પાકિસ્તાન મેચ- 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં
T20 વર્લ્ડ કપ 2026: ઈન્ડિયા vs નેધરલેન્ડ્સ મેચ- 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં
માર્ચથી મે 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
T20 વર્લ્ડ કપ 8 માર્ચ સુધી ચાલશે અને તેના થોડા સમયના બ્રેક બાદ ભારતીય ટીમના ખેલાડીઓ IPLમાં વ્યસ્ત રહેશે. IPL 2026 માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થશે અને મેના છેલ્લા અઠવાડિયા સુધી ચાલશે. આ દરમિયાન કોઈ ઈન્ટરનેશનલ મેચ નહીં હશે.
જૂન 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઈન્ડિયાના FTP પ્રમાણે ભારતીય ટીમ જૂન 2026માં અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે એક ટેસ્ટ અને ત્રણ વનડે મેચની સીરિઝ રમશે. શેડ્યૂલ હજુ સુધી ફાઈનલ નથી થયું. એવું માનવામાં આવે છે કે સીરિઝ બીજા અઠવાડિયાની શરૂઆતમાં શરૂ થઈ શકે છે.
જુલાઈ 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ભારતીય ટીમ જુલાઈ 2026માં ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે, જ્યાં તેઓ યજમાન ટીમ સામે 5 મેચની T20I અને 3 મેચની વન-ડે સીરિઝ રમશે. પ્રથમ T20I 1 જુલાઈના રોજ, બીજી 4 જુલાઈના રોજ, ત્રીજી 7 જુલાઈના રોજ, ચોથી 9 જુલાઈના રોજ અને પાંચમી 11 જુલાઈના રોજ રમાશે. ત્યારબાદ 14 જુલાઈના રોજ પ્રથમ વનડે, બીજી 16 જુલાઈના રોજ અને ત્રીજી 19 જુલાઈના રોજ રમાશે.
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- પ્રથમ T20 મેચ- 1 જુલાઈના રોજ ચેસ્ટર લી-સ્ટ્રીટમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- બીજી T20 મેચ- 4 જુલાઈના રોજ માનચેસ્ટરમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- ત્રીજી T20 મેચ- 7 જુલાઈના રોજ નોટિંઘમમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- ચોથી T20 મેચ- 9 જુલાઈના રોજ બ્રિસ્ટલમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- પાંચમી T20 મેચ- 11 જુલાઈના રોજ બાઉલમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- પ્રથમ વનડે મેચ- 14 જુલાઈના રોજ એજબેસ્ટનમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- બીજી વનડે મેચ- 16 જુલાઈના રોજ કાર્ડિફમાં
ઈન્ડિયા vs ઈંગ્લેન્ડ- ત્રીજી વનડે મેચ- 19 જુલાઈના રોજ લંડનના લોર્ડ્સમાં
ઓગષ્ટ 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઈન્ડિયા ઓગસ્ટ મહિનામાં બે મોચની ટેસ્ટ સીરિઝ રમવા માટે શ્રીલંકા જશે. આ ભારતની 2026ની પહેલી ટેસ્ટ સીરિઝ હશે, જે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રનો એક ભાગ પણ છે. આ સીરિઝનું શેડ્યૂલ હજુ નક્કી નથી થયું.
સપ્ટેમ્બર 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બર 2026માં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝ રમી શકે છે. FTPમાં આ સીરિઝનો ઉલ્લેખ છે, જે સંભવતઃ UAEમાં રમાશે. UAE જ અફઘાનિસ્તાન ટીમની યજમાન છે અને આ ભારત માટે અવે સીરિઝ હશે. સપ્ટેમ્બરમાં જ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ઘર આંગણે વનડે અને T20 સીરિઝ રમવાનું શરૂ કરશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં એશિયન ગેમ્સ પણ યોજાશે અને ભારતીય ટીમ તેમાં પણ કેટલીક મેચો રમશે.
ઓક્ટોબર 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
વેસ્ટ ઈન્ડિઝ સામે ઘર આંગણે યોજાનારી 3 મેચોની વનડે અને 5 મેચોની T20 સીરિઝ ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમશે. આ સીરિઝ પણ હજુ ફિક્સ નથી, કારણ કે તેને હજુ ઘણો સમય બાકી છે. ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ પણ કરશે.
નવેમ્બર 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઈન્ડિયા ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન 2 ટેસ્ટ, 3 વનડે અને 6 ટી20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમવા માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. આ સીરિઝનું શેડ્યૂલ નક્કી નથી. આ મેચો લગભગ એક મહિનાના સમયગાળામાં રમાશે, જે ઓક્ટોબરના અંતમાં શરૂ થશે અને નવેમ્બરના અંત સુધી ચાલશે.
ડિસેમ્બર 2026માં ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
ટીમ ઈન્ડિયા ડિસેમ્બર 2026માં શ્રીલંકા સામે ઘર આંગણે ત્રણ મેચોની વનડે સીરિઝ અને 3 T20 મેચની સીરિઝ રમશે. આ સીરિઝને હજુ એક વર્ષનો સમય છે, તેથી હજુ સુધી તેનું પણ કન્ફર્મ શેડ્યૂલ સામે નથી આવ્યું.




