ડૉ. અતુલ પંડ્યા, ડૉ. પારસ શાહ અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ખાતે આગામી દિવસોમાં યોજાનારી ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-2024 અંતર્ગત દેશના અનેક જાણીતા તબીબો ખાસ ઉપસ્થિત રહેવાના છે. તંદુરસ્ત સમાજની રચનાના ધ્યેય સાથે યોજાનારી આ કોન્ફરન્સમાં દેશનાં વિવિધ રોગના જાણીતા તબીબોના જ્ઞાનનો લાભ કોન્ફરન્સમાં ભાગ લેનાર હજારો તબીબોને મળશે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતના લોકોને આ જ્ઞાનનો લાભ મળશે એમ જીમાકોન-24ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યાની એક યાદીમાં જણાવાયું છે. આ કોન્ફરન્સમાં હદયરોગ, પેટના રોગ, મગજના રોગ, બાળકોના રોગ, લીવરના રોગ, ફેફસાને લગતા રોગ, ડાયાબીટીસ, લાઈફ સ્ટાઈલ સંબંધિત વિવિધ રોગ, મગજની લોહીની નળીના રોગ, સાંધાના વિવિધ રોગ, હાડકાની તકલીફો, મહિલાઓ તથા બાળકોને લગતાં વિવિધ રોગ સહિત શરીરના તમામ પ્રકારના રોગના ખ્યાતનામ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
- Advertisement -
જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યાએ જણાવ્યું છે કે, એલોપથી તબીબોના વિશ્ર્વના સૌથી મોટા સંગઠન ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાતની કોન્ફરન્સ આઠ વર્ષ બાદ રાજકોટમાં મળી રહી છે. આ કોન્ફરન્સમાં દેશભરના વિવિધ રોગના નિષ્ણાત તબીબો વધુ સંખ્યામાં પધારે અને તેમના જ્ઞાનનો લાભ મળી શકે એ માટેના અમારા પ્રયાસો છે. કોન્ફરન્સ દ્વારા તબીબો વિશ્ર્વભરમાં તબીબી ક્ષેત્રે થતી વિવિધ શોધ, અદ્યતન સારવાર વિશે ચર્ચા કરતા હોય છે. તબીબો પોતાના અનુભવો, વિવિધ રોગમાં જોવા મળતાં દર્દીઓ, તેની સારવારના અલગ-અલગ પદ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરી એક-બીજાના જ્ઞાનમાં વધારો કરતાં હોય છે જેનો ફાયદો અંતે તો સમાજને જ થાય છે. અમારો મુખ્ય હેતુ તો સમાજને કંઈ ફાયદો થાય, લોકો રોગનો ભોગ બનતા બચે અને તંદુરસ્ત સમાજની રચના થાય એ માટે લોકજાગૃત્તિની ઝુંબેશ છે.
જીમાકોનના કો.ઓર્ડિનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, કો.ચેરમેન ડૉ. હિરેન કોઠારી, ડૉ. એમ. કે. કોરવાડીયા અને ડૉ. દિપેશ ભાલાણીએ માહિતી આપતાં કહ્યું કે, ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર 2024 (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 300થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.
જીમાકોનના સેક્રેટરી ડૉ. ચેતન લાલસેતા, ડૉ. પારસ શાહ અને ડૉ. સંજય ભટ્ટના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો પધારવાના છે. બાળકોમાં રસીકરણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર બાળકોના લોહી અને કેન્સર રોગના નિષ્ણાત ડૉ. નિતીન શાહ, કાર્ડિયોલોજીસ્ટ ડૉ. કેયુર પરીખ, બેરીયાટ્રીક સર્જન ડૉ. મહેન્દ્ર નરવરીયા, લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાત ડૉ. આનંદ ખખ્ખર, સિનિયર ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડૉ. નિલય મહેતા, લિવર રોગના નિષ્ણાત ડૉ. ટોમ ચેરીયન, કેન્સર સર્જન ડૉ. જગદીશ કોઠારી, ન્યુરો સર્જન ડૉ. રમીલ દિવાનજી સહિત દેશભરના અનેક જાણીતા તબીબો કોન્ફરન્સમાં વિશ્ર્વકક્ષાએ વિવિધ રોગના નિદાન-સારવાર ક્ષેત્રે થયેલ શોધ વિશે માર્ગદર્શન આપશે.
- Advertisement -
ડૉ. સત્યવાન શર્મા: જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડૉ. સત્યવાન શર્મા બોમ્બે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના હેડ છે. તેઓ કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઈન્ડીયાના પ્રેસીડન્ટ, સાર્ક કાર્ડિયાક સોસાયટીના પ્રેસિડન્ટ તથા પી.ટી.સી.એ. રજીસ્ટ્રી ઓફ ઈન્ડીયાના ક્ધવીનર તરીકે સેવા આપે છે. કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં તેમની ખૂબ નામના છે.
ડૉ. કેયુર પરીખ: ડૉ. કેયુર પરીખ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અમદાવાદના કાર્ડિયોલોજીસ્ટ છે. ચાર દાયકાથી વધુ સમયથી તેઓ કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટીસ કરતાં ડૉ. કેયુર પરીખના માર્ગદર્શનમાં અમેરિકા સહિત અનેક દેશમાં ફેલોશીપ પ્રોગ્રામ ચાલે છે. ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજી ક્ષેત્રના પાયોનિયક પૈકીના એક ગણાતા ડૉ. પરીખને કાર્ડિયોલાસ્ક્યુલર સાયન્સ, મેડિસીન અને સર્જરી માટે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે. તેમને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડૉ. કે. શરન કાર્ડિયોલોજી એક્સલન્સ એવોર્ડ તથા ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યા છે.
ડૉ. જગદીશ કોઠારી: ડૉ. જગદીશ કોઠારી જાણીતા રોબોટીક એન્ડ જી.આઈ. ઓન્કોલોજીકલ સર્જન છે. રોબોટીક સર્જરી ફોર જી.આઈ. કેન્સર, અને બાળકોની વાસ્ક્યુલર રીશેક્શન અને હિપેટેક્ટોમીની સર્જરીમાં બહોળો અનુભવ ધરાવે છે. પાંચ હજાર કરતાં વધુ દર્દીઓની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે. અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સ્પીકર, પેનલીસ્ટ તરીકે જોડાયા છે. તેમને અનેક એવોર્ડ મળ્યા છે.
ડૉ. પરિમલ ત્રિપાઠી: ડૉ. પરિમલ ત્રિપાઠી મેરીંગો સિમ્સ હોસ્પિટલ-અમદાવાદના જાણીતા ન્યુરો અને સ્પાઈન સર્જન છે. ન્યુરો, સ્પાઈન, વાસ્ક્યુલર, પિચ્યુટરી સર્જરીના નિષ્ણાત ન્યુરો સર્જન છે. ટ્રાઈજેમીનલ ન્યુરાલ્જીયાની સર્જરી ક્ષેત્રે તેમનું ઘણું યોગદાન છે. અનેક કોન્ફરન્સમાં તેમણે પેપર પ્રેઝન્ટેશન, લેક્ચર આપ્યા છે.
ડૉ. આનંદ ખખ્ખર: ડૉ. આનંદ ખખ્ખર જાણીતા લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે. તેઓ બાળકોના લીવર ટ્રાન્સપ્લાન્ટ, હિપેટોબીલીયરી, પેનક્રિયાટીક સર્જરીના નિષ્ણાત તબીબ છે. અમદાવાદના ડૉ. ખખ્ખર દ્વારા 1300 જેટલી લીવર ટ્રાન્સપ્લાન્ટ અને પેનક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવી છે.
ડૉ. દિવાકર જૈન: અમદાવાદના ડૉ. દિવાકર જૈન લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને સર્જીકલ ગેસ્ટ્રોલોજીસ્ટ છે. રોબેટીક ડોનર હેપક્ટેટોમી, એચ.પી.બી. સર્જરી, બાળકોના લીવર ટ્રાન્સપ્લાટમાં તેમની માસ્ટરી છે. તેમના દ્વારા અનેક પેપર અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા છે.
ડૉ. નિલય મહેતા: ડૉ. નિલય મહેતા ગેસ્ટ્રોલોજીસ્ટ એન્ડ એન્ડોસ્કોપીસ્ટ સર્જન છે. તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ગેસ્ટ્રો વિભાગના હેડ છે. થેરાપ્યુટીક જી.આઈ. એન્ડોસ્કોપી, પેન્ક્રિયાટીક એન્ડોસ્કોપી નેક્રોસ્ક્ટોમી ક્ષેત્રે તેમને બહોળો અનુભવ છે. ગેસ્ટ્રોલોજી ક્ષેત્રે તેમને ગોલ્ડમેડલ સહિત અનેક એવોર્ડ મળ્યા છે. તેમના દ્વારા અનેક પેપર પબ્લીશ કરવામાં આવ્યા છે.
ડૉ. ટોમ ચેરીયન: ડૉ. ટોમ ચેરીયન સાઉથ એશીયન લીવર ઈન્સ્ટીટ્યુટ-હૈદ્રાબાદના ફાઉન્ડર અને મેનેજીંગ ડિરેક્ટર છે. તેઓ જાણીતા લીવર સ્પેશ્યાલીસ્ટ અને સર્જન છે. તેમને લીવરની જટીલ બિમારીઓની સારવાર અને લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાત છે. બાળકોના લીવરના ટ્રાન્સપ્લાન્ટની ટેકનીકમાં તેમણે નવી શોધ કરી છે. તેમણે લંડનમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની તાલીમ લઈ પાંચ વર્ષ સુધી સેવા આપી છે.
ડૉ. નીતિન શાહ: બાળકોની વિવિધ વેક્સીનના ક્ષેત્રે બહોળુ જ્ઞાન અને અનુભવ ધરાવતા ડૉ. નીતિન શાહ મુંબઈના ખ્યાતનામ પિડિયાટ્રીક હિમેટો-ઓન્કોલોજીસ્ટ છે. તેઓ વેક્સીન એક્સપર્ટ બુકના ઓથર છે. પિડિયાટ્રીક એકેડમીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે તેમણે સેવા આપી હતી. બાળકોના જીવનમાં મહત્વની એવી વિવિધ વેક્સીન બાબતે તેમનો અભિપ્રાય દેશ-વિદેશમાં આદર સાથે માનવામાં આવે છે.
ડૉ. મહેન્દ્ર નરવરીયા: અમદાવાદની એશિયન પલ્સ હોસ્પિટલના જાણીતા બેરીયાટ્રીક સર્જન ડૉ. મહેન્દ્ર નરવરીયા ગુજરાતમાં બેરીયાટ્રીક સર્જરીના પાયોનિયર પૈકીના એક છે. બેરીયાટ્રીક સર્જરીમાં હજારો દર્દીની સારવારનો અનુભવ ધરાવે છે. તેઓ જનરલ બેરીયાટ્રીક સર્જરી સાથે સુગર, બી.પી., વગેરે દર્દમાંથી મુક્તિ મળે એ પ્રકારની ખાસ બેરીયાટ્રીક સર્જરીના નિષ્ણાત છે. તેમણે અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં લેક્ચર આપ્યા છે. નાના બાળક સહિત એક દિવસમાં 20 દર્દીની સર્જરી માટે તેમને લીમ્કા બુક ઓફ એવોર્ડ મળ્યો છે.
ડૉ. રમીલ દિવાનજી: ડૉ. રમીલ દિવાનજી એપીક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ- અમદાવાદમાં ન્યુરો સર્જન તરીકે સેવા આપે છે. ન્યુરો સર્જરી ક્ષેત્રે ત્રણ દાયકા કરતાં વધુ સમયનો તેમનો બહોળો અનુભવ છે. અનેક જટીલ સર્જરી દ્વારા તેમણે દર્દીઓને નવજીવન બક્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ડૉ. અનિષ ચંદારાણા: ડૉ. અનિષ ચંદારાણા મેરીંગો સિમ્સ હોસ્પિટલ-અમદાવાદમાં સિનિયર કાર્ડિયોલોજીસ્ટ તરીકે સેવા આપે છે. રેડિયલ ઈન્ટરવેશનલ પ્રોસીઝરના તેઓ એક્સપર્ટ છે. તબીબી વિદ્યાર્થી, રેસીડન્ટ ડોક્ટરો તથા ક્લીનીકલ તબીબો માટે તેમના દ્વારા વિશેષ માર્ગદર્શન સેમિનાર, વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેમણે પ્રેઝન્ટેશન આપ્યું છે.
ગુજરાત આઈ.એમ.એ.ના સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ.એમ.એ.ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો.ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ. હિરેન કોઠારી, ડૉ. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશિલ કારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મીડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.