એશિયન ગેમ્સ માટે ભારતીય ફૂટબોલની જાહેરાત કરાઈ છે. જેમાં ટીમમાં 17 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જુઓ નામ સાથેનું લીસ્ટ આ અહેવાલમાં!
19 સપ્ટેમ્બરથી ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ માટે ભારતીય ફૂટબોલની જાહેરાત કરાઈ છે. જેમાં ટીમમાં 17 ખેલાડીઓને ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા અગાઉ પણ એશિયન ગેમ્સ માટે ટીમ જાહેર કરાઈ હતી. જોકે બાદમાં ટીમોએ ઈન્ડિયન સુપર લીગમાં રમી રહેલા ખેલાડીઓને છોડવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈને હવે AIFFએ નવી ફૂટબોલ ટીમની જાહેરાત કરી છે. જેમાં યુવાનોને અવસર મળ્યો છે.
- Advertisement -
FSDL ક્લબનો આભાર
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ કલ્યાણ ચૌબેના જણાવાયા અનુઆર ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે આ ખૂબ વ્યસ્ત સમયર રહ્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા આયોજનો ચાલી રહ્યા છે. સિનિયર રાષ્ટ્રીય પુરૂષ ટીમે સફળતાપૂર્વક મેચોની શ્રેણી પૂર્ણ કરી હવે એશિયન ગેમ્સમાં પણ રમવા માટે તૈયારીમાં છે. ત્યારે મેર્ડેકા કપ, વર્લ્ડ કપ ક્વોલિફાયર અને AFC એશિયન કપ. તેઓએ એશિયન ગેમ્સ માટે હાલ ટીમને આરામ બદલ ઈન્ડિયન સુપર લીગ અને FSDL ક્લબનો આભાર માન્યો હતો.
AIFF announces Men's squad for Hangzhou Asian Games
Read 👉🏼 https://t.co/wLCMHhLxTh#IndianFootball ⚽️ pic.twitter.com/aWzzvpE2m0
- Advertisement -
— Indian Football Team (@IndianFootball) September 13, 2023
આ રહ્યા ખેલાડીઓના નામ
બીજી તરફ કલ્યાણ ચૌબેએ કહ્યું કે ભારતીય ફૂટબોલ ટીમ 9 વર્ષ બાદ એશિયન ગેમ્સનો હિસ્સો બનવા જઇ રહી છે. ભારત સરકાર અને ખાસ કરીને રમત મંત્રાલય તરફથી મળેલા સમર્થનને કારણે જ આ શક્ય બન્યું હોવાનું તેમણે અંતમાં તેઓએ જણાવ્યું હતું. વધુમાં ભારતીય ટીમ સારૂ પ્રદર્શન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ફોટાબોલના ખેલાડીઓમાં ગુરમીત સિંહ, ધીરજ સિંહ મોઇરાંગથેમ, સુમિત રાઠી, નરેન્દ્ર ગેહલોત, અમરજીત સિંહ કિયામ, સેમ્યુઅલ જેમ્સ, રાહુલ કેપી, અબ્દુલ રબીહ અંજુકંદન, આયુષ દેવ છેત્રી, બ્રાઇસ મિરાન્ડા, અઝફર નુરાની, રહીમ અલી, વિન્સી બેરેટો, સુનીલ છેત્રી, રોહિત દાનુ, ગુરકીરત સિંઘ, અનિકેત જાધવને સ્થાન મળ્યું છે.