ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર સાહેબ તથા ભાવનગર પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ અને ઇન્ચાર્જ/ ના.પો.અધિ. એ.એમ.સૈયદ સાહેબનાઓ જીલ્લામા દારૂના દુષણને ડામવા તેમજ પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ઉપર સતત વોચ રાખી ગુન્હાઓ શોધી કાઢવા ખાસ સુચના આપેલ જે આધારે
આજરોજ બોરતળાવ પોલીસ સ્ટેશન પો.સ્ટાફ વિસ્તારમા નાઇટ પેટ્રોલીગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે ભાવનગર ચિત્રા, જી.આઇ.ડી.સી. જી.ઇ.બીની ઓફીસ પાસે આવેલ જાહેર રોડની બાજુમા ભારતીય બનાવટનો પરપ્રાતીય દારુનો જથ્થો એક સફેદ કલરની ટાવેરા સેવરોલેટ કાર નં.GJ-04-AT-2355 માં રાખેલ હોય જે આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ કારમાથી (૧) ટયુબર્ગ સ્ટ્રોંગ બીયર ટીન નંગ ૯૬ કુલ કિ રુ ૯,૬૦૦/- (૨) મેકડોવેલ્સ નંબર ૦૧ વ્હીસ્કી બોટલ નંગ ૬૦ કિ રૂ ૨૨,૫૦૦/- (૩) મેકડોવેલ્સ નંબર ૦૧ ઓરીજનલ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ નાની બોટલ કુલ નંગ ૪૮૦ કિ રૂ ૪૮,૦૦૦/-ગણી જે તમામ ભારતીય બનાવટનો વિદેશી દારુ તથા બીયરની કિમત ૮૦,૧૦૦ ગણી તથા ટાવેરા કારની કિ રુ ૧,૨૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૨,૦૫,૧૦૦/-/-નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫ (એ,ઇ), ૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
વોન્ટેડ આરોપીઓ
(૧) નન્નુબેન જયતીભાઇ બારૈયા
(૨) અબ્દુલમીયા ઉર્ફે ભટુર
(૩) ભરતભાઇ ચાવડા
(૪) રાહુલ લક્ષ્મણભાઇ બારૈયા રહે તમામ ભાવનગર
- Advertisement -
ઉપરોક્ત કામગીરીમા બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.રાવલ સાહેબ તથા પોલીસ સબ.ઇન્સ. એમ.બી.નિમાવત સાહેબ તથા પોલીસ સબ. ઇન્સ. એસ.વાય.ઝાલા સાહેબ તથા પોલીસ.સબ.ઇન્સ. એ.એફ.ચૌધરી સાહેબ તથા હેડ કોન્સ હીરેનભાઇ સોલકી, ગલતાનસિંહ ગોહીલ તથા પો.કો સંજયસિંહ સરવૈયા, સત્યજીતસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહીલ, મહીપાલસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ જાડેજા, હર્ષદસિંહ વાળા, કુલદીપસિંહ સરવૈયા, દિગ્વીજયસિંહ ગોહીલ, ધ્રુવરાજસિંહ ગોહીલ, તૌફીકભાઇ મલેક, જયદીપસિંહ ગોહીલ એ રીતેના માણસો જોડાયા હતા.


