– ભારતીય સેના અને યુએસ સેનાએ યુદ્ધ અભ્યાસ 2022 માટે હાથ મિલાવ્યા
ઉત્તરાખંડના ઔલીમાં ચીન સરહદ પાસે ભારત અને અમેરિકી દળો વચ્ચે સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ શરૂ થઈ ગયો છે. બંને દેશો 15 દિવસ સુધી આ સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. આ માટે જવાનો રશિયન મૂળના Mi-17V5 હેલિકોપ્ટરમાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સેના ઊંચાઈવાળા વિસ્તારમાં હેલી-બોર્ન ઓપરેશન હાથ ધરશે.
- Advertisement -
Troops of the Indian and US armies boarding the Russian-origin Mi-17V5 helicoter in Auli, Uttarakhand for the exercise Yuddh Abhyas less than 100 kms from the China border. The troops will carry out Heli-borne operations in the high-altitude area. pic.twitter.com/UHIvhzGOiA
— ANI (@ANI) November 29, 2022
- Advertisement -
ભારત અને અમેરિકાએ ઉત્તરાખંડના ઔલીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે સંયુક્ત સૈન્ય તાલીમ અભ્યાસ શરૂ કર્યો છે. ભારતીય સેનાના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફર્મેશનએ કહ્યું કે, ભારતીય સેના અને યુએસ સેનાએ યુદ્ધ અભ્યાસ 2022 માટે હાથ મિલાવ્યા છે. સેના અનુસાર સંયુક્ત કવાયત સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ શાંતિ રક્ષા અને આપત્તિ રાહત કામગીરીમાં એક પાયદળ બટાલિયન જૂથને તૈનાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
#WATCH | Demonstration of using assault dogs for counter-terrorist operations by the Indian Army during the ongoing wargame Yuddh Abhyas in Auli, Uttarakhand pic.twitter.com/VsUziTXLBc
— ANI (@ANI) November 29, 2022
શું કહ્યું સંરક્ષણ મંત્રાલયે ?
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ દર વર્ષે યોજવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે સૈન્ય રણનીતિ, તકનીકો અને પ્રક્રિયાઓની આપ-લે કરવાના હેતુથી કરવામાં આવે છે. કવાયતની અગાઉની આવૃત્તિ ઓક્ટોબર 2021 માં સંયુક્ત બેઝ એલ્મડોર્ફ રિચાર્ડસન, અલાસ્કા (યુએસએ) ખાતે હાથ ધરવામાં આવી હતી.
#WATCH | Display of unarmed combat skills by Indian Army soldiers during the Exercise Yuddh Abhyas going on in Auli, Uttarakhand pic.twitter.com/oabHfKttnX
— ANI (@ANI) November 29, 2022