ભારતીય સેનાએ વિવિધ ટેકનોલોજી અપનાવવા અને ઓનલાઈન નેટવર્કસનાં આધૂનીકીકરણ માટે ખાસ કમાન્ડ સાયબર ઓપરેશન્સ એન્ડ સપોર્ટ વિંગ્સ(સીસીઓએસડબલ્યુ) શરૂ કરવાનો નિર્ણય લીધો છે.ભારતીય લશ્કરમાં નવી ટેકનોલોજી સાથેના ઘણા સાધનો સામેલ કરાયા છે.
ત્યારે સાયબર વીંગ તેના કાર્યક્ષમ ઉપયોગમાં મદદ કરશે. 17-21 એપ્રિલનાં ગાળામાં યોજાયેલી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં યોજાયેલી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં સાયબરી કામગીરી કરવા માટેની ખાસ વીંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.હવે ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે. અને તેને લીધે આધુનિક કમ્યુનિકેશન સીસ્ટમ્સ પર નિર્ભરતા વધી છે ત્યારે લશ્કરનાં કમાન્ડર્સે નેટવર્કસની સુરક્ષા જરૂરીયાતની સમીક્ષા કરી હતી અને ટુંક સમયમાં કમાન્ડ સાયબર ઓપરેશન્સ એન્ડ સપોર્ટ વિંગ્સ(સીસીઓએસડબલ્યુ0 શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
- Advertisement -
સુત્રોના જણાવ્યા મુજબ સ્વાર્મ ડ્રોન્સ, લોઈટરીંગ વેપન સીસ્ટમ્સ અને એન્ટી-ડ્રોન ઈક્વીપમેન્ટસ લશ્કરમાં સામેલ થઈ રહ્યા છે. ભારતના દુશ્મનો દ્વારા સાયબર યુદ્ધ પદ્ધતિઓનું વિસ્તરણ કર્યુ હોવાથી સાયબર ક્ષેત્ર અગાઉની તુલનામા વધુ સ્પર્ધાત્મક બન્યુ છે.આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે કમાન્ડર્સે સુરક્ષાના બદલાતા માહોલનો તાગ મેળવી ભારતીય લશ્કરની તૈયારીની સમીક્ષા કરી હતી.
આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સમાં અધિકારીઓ માટે નવી ટેકનીકલ એન્ટ્રી સ્કીમ (ટીઈએસ) ને મંજુરી આપવામાં આવી હતી. તે જાન્યુઆરી 2024 થી અમલી બનશે. અત્યારે આર્મીમાં બી ટેક સ્નાતકની ઓફીસર તરીકેની એન્ટ્રી માટે પાંચ વર્ષનાં ટીઈએસ મોડેલને અનુસરવામાં આવે છે.જેમાં વ્યકિત ગયાની ઓફીસર્સ ટ્રેનીંગ એકેડેમી ખાતે એક વર્ષની લશ્કરી તાલીમ મેળવે છે.