-પુંછ-રાજૌરી વચ્ચે અંકુશરેખામાં અઢી કિલોમીટર અંદર જઈને ઓપરેશન પાર પાડયું
જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત વધેલી ત્રાસવાદી અને ઘુસણખોરીની પ્રવૃતિ સામે અંતે ભારતીય સેનાની કમાન્ડો ટીમે કાશ્મીર ખીણના રાજૌરી અને પુછ જીલ્લાના મધ્યમાં અંકુશ રેખા પર પાક. કબ્જાના કાશ્મીરમાં લગભગ અઢી કિલોમીટર અંદર ઘુસીને આતંકીઓના ચાર લોન્ચીંગ પેડ ઉડાવી દીધા હતા તથા સાતથી આઠ ત્રાસવાદીઓને ખત્મ કરી સેનાની કમાન્ડો ટીમ સલામત રીતે ભારતીય ક્ષેત્રમાં પરત આવી હતી.
- Advertisement -
આ હુમલો એટલો ચપળતાથી તથા રાત્રીના અંધકારમાં કરવામાં આવ્યો હતો કે પાક. સેનાના રેન્જર્સને કોઈ વળતો જવાબ આપવાની તક જ રહી ન હતી અને સીમાપાર તબાહીના દ્રશ્યો સર્જાઈ ગયા હતા તથા અહી ભારતમાં ઘુસણખોરી માટે ત્રાસવાદીઓના એક મોટા જૂથને ખત્મ કરી દેવામાં આવ્યું હતું.
આ આર્મી સ્ટ્રાઈક નિયંત્રણ રેખાનો માર પાક કબ્જાના કાશ્મીરમાં કોટલી-નકયાલ ક્ષેત્રમાં કરવામાં આવી હતી અને શનિવારે રાત્રીના 12થી15 કમાન્ડોએ આ ઓપરેશનને પુરુ પાડયું હતું તેઓને બેકઅપ માટે કમાન્ડોની વધુ એક ટીમ તૈનાત કરવામાં આવી હતી પણ તેમને એકશનમાં આવવાની જરૂર જ પડી ના હતી.
Infiltration bid foiled, two terrorists killed along LoC in J-K's Balakote
- Advertisement -
Read @ANI Story | https://t.co/74mieb9hgt#LoC #Infiltration #terrorist #JammuAndKashmir pic.twitter.com/2DDxUVZeEq
— ANI Digital (@ani_digital) August 22, 2023
સમગ્ર ઓપરેશનનું શ્રીનગરના કમાન્ડ સેન્ટરથી સંચાલન થયુ હતું. છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ખીણમાં આતંકી ગતિવિધિ વધી હતી. પુલવામાં બે ત્રાસવાદીને 48 કલાક પુર્વે ઠાર મરાયા પછી તેઓના રૂટ પરથી એ નિશ્ચિત થયું કે અંકુશ રેખાની પેલે પાર વધુ ત્રાસવાદીઓ ઘુસવા માટે તૈયાર છે અને તેઓને ત્રણ ત્રણ જૂથમાં સરહદ પાર કરાવવા પાક સેનાએ તૈયાર કરેલા લોન્ચીંગ પેડ પર હાલ રખાયા છે.
ભારતીય સેનાના ગુપ્તચર વિભાગે આ માહિતીની પુષ્ટિ કરતા જ તુર્તજ ત્રાસવાદી હરકત પર નજર રાખી ટાર્ગેટ નિશ્ચિત કરી શનિવારે રાત્રીના આ ઓપરેશન પાર પાડીને કમાન્ડો ટીમ ભારતીય કેમ્પમાં પરત આવી હતી તે સમયે સરહદના પેલે પાર આગ તથા ધુમાડાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ત્રાસવાદીઓનો એડવાન્સ કેમ્પ હતો: ઘુસણખોરીની તૈયારી પુર્વે જ તમામને ખત્મ કરાયા
શનિવારે રાત્રીના ભારતીય સેનાએ રાજૌરી-પુંછ ક્ષેત્રમાં અંકુશરેખા પસંદગીને જે મીની સર્જીકલ સ્ટ્રાઈક કરી તે બાલાકોટ બાદનો એડવાન્સ ત્રાસવાદી કેમ્પ હતો. પાક કબ્જાના કાશ્મીરમાં બાલાકોટ જેને પાક સેનામાં ત્રાસવાદીઓને તાલીમ આપવા માટેનો યુવા કેમ્પ બનાવ્યો હતો તેના પર ભાજપે 2019માં એરસ્ટ્રાઈક કરીને આ કેમ્પ તબાહ કર્યો હતો પણ શનિવારની સ્ટ્રાઈક એ એડવાન્સ કેમ્પ હતો જયાં તાલીમબદ્ધ ત્રાસવાદીઓને ઘુસણખોરી માટે તૈયાર રખાય છે અને તક મળે તુર્તજ તેને ભારતીય સીમામાં ઘુસાડી દેવાશે. શનિવારે પણ આવીજ ઘુસણખોરીના પ્રયાસ પુર્વેજ ભારતીય કમાન્ડો અંદર ઘુસી ગયા અને તમામ આઠ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા.