ભારતીય સેનાએ ઇન્ડિયન આર્મી ઇન્ટર્નશીપ પ્રોગ્રામ (IAIP) 2025 માટે અરજીઓ ખોલી છે. અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર છે. પાત્રતા, સ્ટાઇપેન્ડ અને વધુ સહિત ભારતીય આર્મી ઇન્ટર્નશિપ 2026 વિશે સંપૂર્ણ વિગતો અહીં મેળવો.
ભારતીય સેના તરફથી એન્જિનિયરિંગ અને રિસર્ચ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે એક ખાસ અને આધુનિક ઇન્ટર્નશિપ કાર્યક્રમ માટે +અરજીઓ મંગાવી છે, જેનું નામ ભારતીય સેના ઇન્ટરન્શીપ કાર્યક્રમ છે. તેનો હેતુ યુવાનોને નવી ટૅક્નોલૉજી સાથે જોડવું અને દેશની રક્ષા સાથે જોડાયેલી મુખ્ય યોજનાઓ પર કામ કરવાની તક આપવાનો છે. જે પણ ઉમેદવાર આ ખાસ ઇન્ટર્નશીપમાં ભાગ લેવા ઇચ્છે છે તે 21 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ પહેલનું નામ Beyond Silo, Beyond Limits રાખવામાં આવ્યો છે. જેનો અર્થ છે સીમાઓથી આગળ જઈને શીખવું.
- Advertisement -
એજ્યુકેશન ક્વોલિફિકેશન
ઇન્ડિયન આર્મીમાં ઇન્ટર્નશીપ પ્રોગ્રામ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે BE/B. Tech, M. Tech અથવા PhDમાં માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી ડિગ્રી હોવી જરૂરી છે.
કેટલા દિવસ ચાલશે ઇન્ટર્નશીપ?
- Advertisement -
ભારતીય સેનાની આ ઇન્ટર્નશીપનો સમયગાળો 75 દિવસનો હશે. જેની શરુઆત 12 જાન્યુઆરી, 2026થી થશે અને 27 માર્ચ, 2026 સુધી નવી દિલ્હી અથવા બેંગલુરૂમાં ચાલશે. આ યોજનાનો હેતુ યુવાનોને ટૅક્નોલૉજી સાથે જોડવું અને ડિફેન્સ ઇનોવેશન સિસ્ટમ સાથે જોડવાનો છે. જેનાથી AI ન્યુ ટૅક્નોલૉજી, સાયબર સિક્યોરિટી સહિત અનેક આધુનિક સાથે જોડાઈને કામ કરી શકે.
કેટલું સ્ટાઇપેન્ડ મળશે?
આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં પસંદગી પામેલા ઉમેદવારોને દરરોજ 1000 રૂપિયા આપવામાં આવશે.
ઇન્ટર્નશિપના લાભ
ઇન્ટર્નશિપ કરનારા ઉમેદવારોને આનાથી ખૂબ લાભ થશે. જેમ કે, હાઇ લેવલના સોફ્ટવેર અને AI મોડેલ વિકસિત કરવાની તક મળશે. સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરવા અને શીખવાની તક મળશે.
કેવી રીતે કરવી અરજી?
આ ખાસ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આપવામાં આવેલા QR કોડને સ્કેન કરો અથવા સત્તાવાર વેબસાઇટ પર જઈને માંગવામાં આવેલી તમામ જાણકારીઓ ભરો. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો.




