– અરૂણાચલ, આસામ સહિતની સરહદો પર ચીનની ઘુસણખોરી અને ભારતીય પ્રદેશ પર કબ્જો કરવાના ઈરાદા સામે હવાઈદળ એલર્ટ
– રાફેલ ઉપરાંત સુખોઈ-30 અને સુપર હર્કયુલીસ એરક્રાફટ, અપાચે અને ચીનુક હેલિકોપ્ટર ઉપરાંત ડ્રોન સ્કવોડ પણ કવાયતમાં સામેલ થશે
- Advertisement -
ઉતર પુર્વમાં ચીન સાથેની અરુણાચલથી લઈ છેક કાશ્મીરના લદાખ સુધીની સીમા પર ભારત અને પાકના દળો વચ્ચે તનાવને ધ્યાનમાં રાખીને ભારતીય હવાઈદળ હવે આ હવાઈ ક્ષેત્રમાં એક જબરી યુદ્ધ કવાયત યોજશે. જેમાં હવાઈદળના લડાયક વિમાનો, હેલિકોપ્ટર, ડ્રોન તથા અન્ય હવાઈ સાધનો આ કવાયતમાં તેની ક્ષમતાનું પ્રદર્શન કરશે.
પુર્વીય લદાખમાં અવારનવાર ચીનના સૈનિકો જમીન માર્ગે ઘુસે છે તો અરુણાચલ પ્રદેશમાં પણ હાલમાં ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી તે સંદર્ભમાં ભૂમિદળે પોતાની સુરક્ષાલાઈન મજબૂત બનાવી છે જયારે ભારતીય હવાઈદળ તા.1થી5 ફેબ્રુ.ના ઈસ્ટર્ન એર કમાન દ્વારા એર કોમ્બેટ ડ્રીલ યોજશે. જેમાં પુર્વીય કમાન્ડના તમામ લડાયક ફાઈટર વિમાનો, હેલીકોપ્ટર, ડ્રોન તથા ભૂમિ સપોર્ટ દળ સામેલ થશે. સીલોન એરબેઝ પરથી આ કવાયતનું સંચાલન કરવામાં આવશે.
આ કવાયતમાં રાફેલ, સુખોઈ-30 એમકેઆઈ ફાઈટર પ્લેન તેજપુર સહિતના હવાઈદળના મથકો પરથી ઉડશે. અગાઉ પણ ચીની સૈનિકો સાથે અથડામણ બાદ હવાઈદળે અહી શક્તિ પ્રદર્શન કર્યુ હતું પરંતુ હવે પુરા ઈસ્ટર્ન કમાન્ડ દ્વારા તેની ક્ષમતાનું પ્રદર્શન કરાશે જેમાં પાંચ દિવસની કવાયતમાં સુપર હર્કયુલીસ એરક્રાફટ કે જે સૈનિકો તથા સૈન્ય શસ્ત્રોની હેરફેરમાં મહત્વની ભૂમિકા ભજવે છે તે ઉપરાંત ચીનુક હેવી લીફટ અને ટ્રાન્સપોર્ટ હેલીકોપ્ટર તથા અપાચે એટેક હેલીકોપ્ટર પણ જોડાશે.
- Advertisement -