દેશભકિત સામાન્ય પ્રેક્ષક માટે ફિલ્મોમાં શુષ્ક ગણાય પરંતુ મનોજકુમારે હિટ ગીત – સંગીત મનોરંજનના મસાલા સાથે બનાવેલી ‘ઉપકાર’, ‘શહીદ’, ‘ક્રાંતિ’ જેવી ફિલ્મો લોકોના દિલમાં સ્થાન પામી હતી
ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમાર જે ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા તેમનું નિધન થઇ ગયું છે. તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
- Advertisement -
બોલિવૂડ અને ચાહકોમાં શૉકની લાગણી
મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. લોકો તેમના નિધન પર શૉક વ્યક્ત કરી રહ્યા છે.
કઇ કઈ ફિલ્મોમાં કામ કર્યું હતું
- Advertisement -
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
લાલબહાદુર શાસ્ત્રીનાં કહેવાથી બનાવી હતી ‘ઉપકાર’
મનોજકુમારના તત્કાલીન રાજનેતાઓ સાથે પણ સારા સંબંધો હતા. વર્ષ 1965 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતું. આ યુદ્ધ બાદ મનોજકુમાર લાલબહાદુર શાસ્ત્રીને મળ્યા હતા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ તેમને યુદ્ધથી થતી પરેશાની પર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું હતું. જોકે ત્યારે મનોજકુમારને ફિલ્મ બનાવવાનો અનુભવ નહોતો. તેમ છતાં તેમણે લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલા સુત્ર ‘જય જવાન જય કિશાન’ પર ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મની ગીત ‘મેરે દેશ કી ધરતી’ લોકોનાં દિલમાં સ્થાન પામ્યુ હતું. જોકે આ ફિલ્મ બનાવવાની પ્રેરણા આપનાર તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી આ ફિલ્મ નહોતા જોઈ શકયા. તાશ્કંદમાં તેમનું મૃત્યુ થઈ ગયુ હતું.
ફેવરીટ અભિનેતાને ડિરેકટ કર્યા:
મનોજકુમાર તેમની તરૂણ અવસ્થાથી જ દિલીપકુમારથી પ્રભાવીત હતા. મનોજકુમારને દિલીપકુમારની 1949 માં આવેલી ફિલ્મ ‘શબનમ’ અનેકવાર જોઈ હતી. બાળપણથી જ દિલીપકુમારની બધી ફિલ્મો તેઓ જોઈ નાખતા હતા. એ પછી તો મનોજકુમારે અભિનેતા બન્યા પછી પોતાના ફેવરીટ અભિનેતા સાથે ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ હતી ‘આદમી’, આ પછી ‘ક્રાંતિ’ ફિલ્મમાં મનોજકુમારે તેમને ડીરેકટ કર્યા અને તેમની સાથે અભિનય પણ કરેલો. ઉતરવસ્થામાં મનોજકુમારે કલર્ક, સંતોષ, કલીયુગ ઔર રામાયણ’ જેવી ફિલ્મો બનાવી હતી જે ખાસ સફળતા નહોતી મેળવી શકી. છેલ્લે તેમણે 1995 માં આવેલી ‘મૈદાન એ જંગ’માં ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાંય વર્ષોથી તેઓ ફિલ્મ ક્ષેત્રે નિવૃત હતા.