મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવાના ચીનના પ્રયાસોને ભારત, અમેરિકા અને ઈટાલીએ હરાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સિરામિક ટાઇલ્સ માટેના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કમિટીની મીટિંગ ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં યોજાઈ હતી, જેમાં ભારતીય ડેલિગેશને ચીનના મોરબી સિરામિક ઉદ્યોગને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સતત બીજી વખત નિષ્ફળ બનાવ્યા છે. આ મીટિંગમાં વિશ્વના 26 દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં ભારતમાંથી મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશ બોપલિયા સહિત પાંચ સભ્યોનું ડેલિગેશન હાજર રહ્યું હતું.
ગત વર્ષે સ્લેબ ટાઇલ્સમાં ઇલાસ્ટિક મોડ્યુલસનો ફરજિયાત ટેસ્ટ દાખલ કરવાના ચીનના પ્રસ્તાવનો ભારતીય ડેલિગેશને જોરદાર વિરોધ કર્યો હતો, જેને અમેરિકા, ઇટાલી, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયાનો ટેકો મળ્યો હતો અને ચીનનો પ્રસ્તાવ રદ થયો હતો. આ વર્ષે પણ ચીને સ્લેબ ટાઇલ્સ માટે ફ્લક્ચર સ્ટ્રેન્થ ઑફ ગ્લેઝ નામનું બીજું સ્ટાન્ડર્ડ લાવવાનો પ્રયાસ કર્યો હતો, જે મોરબીના ૠટઝ એકમો માટે નુકસાનકારક હતું. જો આ સ્ટાન્ડર્ડ અમલ થાય તો ભારતે રો મટિરિયલ માટે અન્ય દેશો પર આધારિત રહેવું પડે અને પડતર ઊંચી આવતા વૈશ્વિક માર્કેટમાં મોરબી ટકી શકે નહીં.
જોકે, ભારતીય ડેલિગેશને સમયસર વિરોધ નોંધાવતા ચીનની આ કુટનીતિનો ફિયાસ્કો થયો હતો અને સ્ટાન્ડર્ડ કેન્સલ થયું હતું. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (ઇઈંજ) દિલ્હી દ્વારા મોરબીના ઉદ્યોગને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.



