નવી દિલ્હીમાં રમાયેલી બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રને હરાવ્યું હતું. અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 135 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી નીતિશ રેડ્ડીએ 34 બોલમાં 74 રન બનાવ્યા, તેણે બોલિંગમાં 2 વિકેટ પણ લીધી. રેડ્ડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. વરુણ ચક્રવર્તીએ પણ 2 વિકેટ લીધી હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. બીજી મેચ જીતીને, ભારતે ત્રણ T20 શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. ત્રીજી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.
દિલ્હીમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા હતા. ટીમ તરફથી નીતિશ રેડ્ડીએ 74 રન અને રિંકુ સિંહે 53 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 32 રનની ઇનિંગ રમી હતી, જ્યારે અભિષેક શર્મા અને રેયાન પરાગ 15-15 રન બનાવીને આઉટ થયા હતા. સંજુ સેમસન માત્ર 10 રન, સૂર્યકુમાર યાદવ 8, અર્શદીપ સિંહ 6 અને મયંક યાદવ માત્ર 1 રન બનાવી શક્યા હતા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને 3 વિકેટ લીધી હતી. તસ્કીન અહેમદ, તનઝીમ હસન સાકિબ અને મુસ્તાફિઝુર રહેમાનને 2-2 વિકેટ મળી હતી.
- Advertisement -
221 રનના લક્ષ્યાંક સામે બાંગ્લાદેશે પાવરપ્લેમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લે બાદ પણ ટીમે સતત વિકેટો ગુમાવી હતી અને 93 રનના સ્કોર સુધી પહોંચતા સુધીમાં 7 વિકેટ પડી ગઈ હતી. મહમુદુલ્લાએ એક છેડો પકડી રાખ્યો હતો, પરંતુ તેની સામે ટાર્ગેટ ઘણો મોટો લાગતો હતો. તેણે સૌથી વધુ 41 રન બનાવ્યા. ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 135 રન જ બનાવી શકી હતી. પરવેઝ હસન ઈમોને 16 રન, મેહદી હસન મિરાજે 16 રન, લિટન દાસે 14 રન અને નઝમુલ હુસૈન શાંતોએ 11 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ રેડ્ડી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી હતી. મયંક યાદવ, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ અને અભિષેક શર્માને 1-1 વિકેટ મળી હતી.
પ્લેયર ઓફ ધ મેચ
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી20માં ડેબ્યૂ કરનાર નીતિશ રેડ્ડીએ બીજી મેચમાં ઝડપી બેટિંગ કરી હતી. તેણે પ્રથમ 13 બોલમાં માત્ર 13 રન બનાવ્યા હતા, પરંતુ મહમુદુલ્લાહે તેની સામે નો-બોલ ફેંક્યો હતો.
નીતિશે ફ્રી હિટ પર સિક્સર ફટકારી અને અહીંથી સ્કોરિંગની ગતિ વધારી. તેણે માત્ર 34 બોલમાં 7 સિક્સર ફટકારીને 74 રન બનાવ્યા હતા. નીતિશે ફરી બોલિંગમાં 2 વિકેટ લીધી.