-પીએમ મોદીની ફ્રાન્સ યાત્રાને પગલે જાહેરાત થવાની આશા: લગભગ 90 હજાર કરોડની ડીલ થવાની સંભાવના
વડાપ્રધાન મોદીના ફ્રાન્સના પ્રવાસ પર મોટી ડિફેન્સ ડીલને મંજુરી મળી શકે છે.ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પિયન સબમરીન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે. સુત્રો અનુસાર સુરક્ષા દળોના પ્રસ્તાવને રક્ષા મંત્રાલય સમક્ષ રાખવામાં આવ્યો છે.
- Advertisement -
આ સપ્તાહે જ વડાપ્રધાન મોદીની ફ્રાન્સની યાત્રા દરમ્યાન તેની જાહેરાત થવાની સંભાવના છે. ભારતીય નૌસેનાને ચાર ટ્રેઈની વિમાનોની સાથે સાથે 22 સીંગલ સીટેડ રાફેલ સમુદ્રી વિમાન મળી શકે છે.નૌસેના આ લડાયક વિમાનો અને સબમરીનો તત્કાલ હાંસલ કરવા દબાણ કરી રહી હતી. કારણ કે દેશભરમાં સુરક્ષાનાં પડકારોને લઈને તેની કમી અનુભવાઈ રહી હતી.ઉલ્લેખનીય છે કે વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિવ્ય અને વિક્રાંત મિગ-29 ને લડાયક વિમાન રાફેલની જરૂરીયાત છે.
90 હજાર કરોડમાં થશે ડીલ: અનુમાન છે કે આલ ડીલ 90 હજાર કરોડ રૂપિયાથી વધુની છે. જોકે અંતિમ ખર્ચ તો કરાર થયા બાદ જ બહાર આવશે. સુત્રો મુજબ ભારત આ સોદામાં રાહતની માંગ કરી શકે છે. અને યોજનામાં વધુ મેક ઈન ઈન્ડીયા સામગ્રી રાખવા પર જોર દેવામાં આવશે.