અમેરિકા, રશિયા અને ચીન બાદ…
પ્રોજેક્ટ માટે મોદી સરકારે 15 હજાર કરોડની મંજુરી આપી: પ્રાઇવેટ કંપનીઓની ભાગીદારીમાં બનશે આ લડાયક વિમાનો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં હવે ફિફથ જનરેશન (પાંચમી પેઢી)ના યુદ્ધ વિમાન બનાવવાનો રસ્તો હવે સાફ થઈ ગયો છે. કેન્દ્રની મોદી સરકારે આધુનિક ફાઈટર જેટ બનાવવાનાં પ્રોજેકટને મંજુરી આપી છે.
મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી અમેરિકા, રશીયા અને ચીને જ ફીફથ જનરેશનનાં એરક્રાફટ બનાવ્યા છે. ભારત હવે અમેરીકા-રશીયા અને ચીન વાળી ટોપ કલબમાં સામેલ થવા જઈ રહ્યુ છે.
મોદી સરકારે વાયુસેના માટે નેકસ્ટ જનરેશન (આગામી પેઢી)નાં લડાયક વિમાનોના વિકાસ અને પ્રોટોટાઈમ પ્રોડકશનને મંજુરી આપી છે. આ પગલુ ઘરેલુ મેન્યુફેકચરીંગ ઈકોસીસ્ટમ માટે એક મહત્વનો અવસર ખોલશે.