બંને દેશો વચ્ચે 14 રાઉન્ડની વાતચીત પૂર્ણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
ભારતે માલ અને સેવાઓની નિકાસને વેગ આપવા માટે તેના વેપારી ભાગીદારો સાથે 13 મુક્ત વેપાર કરાર (FTA) અને છ પસંદગીના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો દ્વારા, ભારત વૈશ્ર્વિક બજારોમાં તેના સ્થાનિક ઉદ્યોગની પહોંચ વધારવા માંગે છે.
2014થી, દેશે મોરેશિયસ, , ઓસ્ટ્રેલિયા અને EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન) સાથે આવા 3 મુક્ત વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારત યુકે અને ઇયુ સાથે સમાન કરારો માટે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યું છે.
- Advertisement -
24 ફેબ્રુઆરીના રોજ, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને યુકેના વ્યાપાર અને વેપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સે બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત ઋઝઅ માટે વાટાઘાટો ફરી શરૂ કરવાની જાહેરાત કરી.
ભારત અને યુકે વચ્ચેની આ વાતચીત 8 મહિનાથી વધુ સમય પછી ફરી શરૂ થઈ રહી છે. અગાઉ, બંને દેશો વચ્ચે વાતચીત 13 જાન્યુઆરી, 2022ના રોજ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં 14 રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ છે. મુક્ત વેપાર કરારોને તેમના સ્વભાવના આધારે અલગ અલગ નામ આપવામાં આવે છે. આમાં ઙઝઅ (પ્રિફરન્શિયલ), છઝઅ (પ્રાદેશિક) અને ઇઝઅ (દ્વિપક્ષીય)નો સમાવેશ થાય છે. ઠઝઘ આવા તમામ આર્થિક જોડાણોને છઝઅ કહે છે. પીટીએ (ભારત-થાઇલેન્ડ)માં કેટલીક વસ્તુઓને ડ્યુટી ફ્રી બનાવવામાં આવે છે. જ્યારે ઈઊઈઅ (વ્યાપક આર્થિક ભાગીદારી કરાર) અથવા ઈઊઙઅ (વ્યાપક આર્થિક ભાગીદારી કરાર – ભારત-કોરિયા, જાપાન) અથવા ઝઊઙઅ (વેપાર અને આર્થિક ભાગીદારી કરાર) – તેમનો વ્યાપ વ્યાપક છે.
ભારત શ્રીલંકા, ભૂતાન, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા, કોરિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા, યુએઈ, મોરેશિયસ, આસિયાન અને EFTA બ્લોક્સ સાથે વેપાર કરાર ધરાવે છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (EFTA) અનુસાર, મુખ્ય એશિયન અર્થતંત્રો સાથે સોદા કર્યા પછી, ભારતે તેનું ઋઝઅ ધ્યાન પૂર્વ (અજઊઅગ, જાપાન, કોરિયા)થી પશ્ર્ચિમી ભાગીદારો તરફ વાળ્યું છે. ભારત હવે પશ્ર્ચિમના મુખ્ય અર્થતંત્રો સાથે નિકાસ વધારવા અને વેપાર સંબંધોને મજબૂત બનાવવા માટે યુકે, યુરોપિયન યુનિયન અને યુએસ સાથે ઋઝઅ ને પ્રાથમિકતા આપી રહ્યું છે.
- Advertisement -