– ભારત હાલ દુનિયાની સૌથી મોટી આર્થિક તાકાત
ઈન્ડીયન ઈકોનોમી નિશ્ચીત રીતે દુનિયામાં ઝડપથી એક મોટી તાકાત બનવા તરફ અગ્રેસર છે અને 2050 સુધીમાં તેનો આકાર અમેરિકાની બરાબર થઈ જશે. આ ટીપ્પણી જાણીતા અર્થશાસ્ત્રી અને સમીક્ષક માર્ટીન વુલ્ફે તેમના એક લેખમાં કરી છે. તેમણે જણાવ્યું હતું કે પશ્ચીમ દેશોના નેતા સમજી વિચારીને ભારત પર દાવ લગાવી રહ્યા છે.
- Advertisement -
વુલ્ફે લેખમાં લખ્યું છે-હું માનું છું કે ભારત 2050 સુધીમાં વ્યકિતદીઠ જીડીપીની ગ્રોથને પાંચ ટકા કે તેની આસપાસ જાળવી રાખશે. બહેતર નીતિઓથી ગ્રોથ આથી પણ ઉંચો રહી શકે છે જોકે તે તેનાથી ઓછો પણ રહી શકે છે. ચીન પ્લસ વન સ્ટ્રેટેજી:તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન પ્લસ વન સ્ટ્રેટેજી અપનાવનાર કંપનીઓ માટે એક મુખ્ય લક્ષ્ય છે. મોટા ઘરેલુ બજારનાં કારણે આ મામલે બીજા હરીફોની તુલનામાં ભારત લાભની સ્થિતિમાં છે.ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમી છે. પેર્ચસીંગ પાવરનાં મામલે તે ત્રીજી સૌથી મોટી ઈકોનોમી છે.
બેન્કોની બુક કીપીંગ બહેતર: વુલ્ફે જણાવ્યું હતું કે બેન્કોનાં વહી ખાતા બહેતર થઈ ગયા છે. લોન ગ્રોથ પણ હવે બહેતર આકાર લઈ રહ્યુ છે. તેમણે જણાવ્યું છે કે આગામી દાયકાઓમાં ભારતની ઈકોનોમી અને વસ્તી બન્ને ઝડપથી વધશે આથી ભારત ચીનને ટકકર આપશે. ભારતના પશ્ચીમી દેશો સાથે પણ સારા સંબંધો છે.જે એક સારી બાબત છે.