પહેલીવાર આટલી બધી સ્વદેશી તોપો સેનામાં સામેલ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
રક્ષા મંત્રાલયે ભારતીય સેનાની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે બુધવારે 6,900 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત, હવે 307 એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (અઝઅૠજ) એટલે કે હોવિત્ઝર તોપો ખરીદવામાં આવશે. આ પહેલી વાર છે કે આટલી મોટી સંખ્યામાં સ્વદેશી તોપો ખરીદવામાં આવી રહી છે.
આ ડીલ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ સાથે કરવામાં આવ્યો છે. આમાં, ભારત ફોર્જ 60% તોપોનું ઉત્પાદન કરશે, જ્યારે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ 40% પ્રોડક્શન કરશે. તેના નામ એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ પરથી સ્પષ્ટ થાય છે કે, તે ટોવ્ડ ગન એટલે કે ટ્રક દ્વારા ખેંચાતી તોપ છે. જોકે, આ ગોળો ફાયર કર્યા પછી, બોફોર્સની જેમ, તે પોતાની મેળે થોડી દૂર જઈ શકે છે. આ તોપનું કેલિબર 155 મીમી છે. આનો અર્થ એ થયો કે આ આધુનિક તોપમાંથી 155 મીમીના ગોળા ફાયર કરી શકાય છે.
ATAGSને હોવિત્ઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. હોવિત્ઝર નાની તોપો છે. ખરેખરમાં, બીજા વિશ્વયુદ્ધ અને તે પછી પણ યુદ્ધમાં મોટી અને ભારે તોપોનો ઉપયોગ થતો હતો. તેમને દુર સુધી લઈ જવામાં અને ઊંચાઈએ તહેનાત કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી. આવી સ્થિતિમાં, હલકી અને નાની તોપો બનાવવામાં આવી, જેને હોવિત્ઝર કહેવામાં આવી. આ તોપ ઉછઉઘની પુણે ખાતેની લેબ અછઉઊ દ્વારા ભારત ફોર્જ લિમિટેડ, મહિન્દ્રા ડિફેન્સ નેવલ સિસ્ટમ્સ, ટાટા પાવર સ્ટ્રેટેજિક અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડના સહયોગથી વિકસાવવામાં આવી છે. તેનું ડેવલપમેન્ટનું કાર્ય 2013માં શરૂ થયું હતું અને પ્રથમ સફળ પરીક્ષણ 14 જુલાઈ 2016ના રોજ કરવામાં આવ્યું હતું. આ તોપનો ઉપયોગ અને સુવિધાઓ બોફોર્સ તોપ જેવી જ છે, તેથી તેને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે.
સંરક્ષણ મંત્રાલયે 7,629 કરોડ રૂપિયામાં 100 ઊં-9 વજ્ર-ટી સેલ્ફ-પ્રોપેલ્ડ ગન ખરીદવા માટે કઝ અને દક્ષિણ કોરિયાના હનવા ડિફેન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.
મંત્રાલયે સેનાની પિનાકા મલ્ટી-લોન્ચ આર્ટિલરી રોકેટ સિસ્ટમને મજબૂત બનાવવા માટે 10,147 કરોડ રૂપિયાના ખર્ચે 45 કિમી રેન્જના હાઇ-એક્સપ્લોઝિવ રોકેટ અને 37 કિમી રેન્જ એરિયા ડેનાઇલ મ્યુનિશન માટે ડીલ કરી.
રશિયા-યુક્રેન યુદ્ધમાંથી બોધપાઠ લઈને, ભારતીય સેના સતત તેની ફાયરપાવર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અઝઅૠજ ડીલ માત્ર ભારતીય સેનાને મજબૂત બનાવશે નહીં પરંતુ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ નવી ઊંચાઈઓ પર લઈ જશે.