અમદાવાદની હારનો બદલો ભારતે દુબઈમાં લીધો
ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ દુબઇ, તા.5
- Advertisement -
ભારતે અમદાવાદમાં મળેલી ઘઉઈં વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લઈ લીધો છે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજીવાર ફાઈનલમાં પહોંચી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમિફાઈનલમાં ચેઝ માસ્ટર વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. તેણે 84 રનની ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી. મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં કોહલીએ રન ચેઝમાં 3 મોટી ભાગીદારી પણ કરી હતી. તેણે શ્રેયસ અય્યર સાથે 91 રનની, અક્ષર પટેલ સાથે 44 રન અને કેએલ રાહુલ સાથે 47 રન રન બનાવ્યા. આ પાર્ટનરશિપે રન ચેઝને સરળ બનાવ્યો. અંતે, હાર્દિક પંડ્યાએ ઝડપી 28 રન બનાવ્યા અને કેએલ રાહુલે છગ્ગો ફટકારીને જીત મેળવી. તે 42 રન બનાવીને અણનમ પરત ફર્યો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન સ્ટીવ સ્મિથે 73 અને એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ શમીએ 3 વિકેટ, રવીન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી.
રોહિત બધી જ ICC ફાઇનલમાં પહોંચનાર પહેલો કેપ્ટન: હાઈએસ્ટ સિક્સ ફટકારનાર બેટર પણ બન્યો
- Advertisement -
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. દુબઈ સ્ટેડિયમમાં સ્ટીવ સ્મિથના ફિફ્ટીને કારણે કાંગારુઓએ 265 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, વિરાટ કોહલીના 84 રનની મદદથી ટીમનો વિજય થયો. મંગળવારનો દિવસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે રેકોર્ડનો દિવસ હતો. રોહિત તમામ ઈંઈઈ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ કેપ્ટન બન્યો. કોહલીએ વનડેમાં 161 કેચ પૂર્ણ કર્યા. રોહિત ઈંઈઈ વનડે ઇવેન્ટ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. વિરાટે વનડેમાં ચેઝ કરતી વખતે 8 હજાર રન પૂરા કર્યા.