છેલ્લા 11 વર્ષમાં એકસપ્રેસ – વે નિર્માણમાં રેકોર્ડબ્રેક 3100%ની ઐતિહાસિક છલાંગ
નેશનલ હાઈવેના નિર્માણમાં 11 વર્ષમાં 61 ટકાનો વધારો થયો, 2014માં 93 કિલોમીટર એકસપ્રેસ-વે વધીને 3052 કિલોમીટર થયો
- Advertisement -
ચાર-લેન હાઈવેમાં 136%નો ધરખમ વધારો: 18,371 કિમીથી વધીને 43,512 કિમી થયા: માર્ગ નિર્માણની ગતિ શિખર પર; 2020-21માં પ્રતિ દિવસ 36.5 કિમીનો સર્વોચ્ચ દર નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.01
કેન્દ્ર સરકારે છેલ્લા 11 વર્ષમાં એકસપ્રેસ-વેના નિર્માણમાં રેકોર્ડબ્રેક 3100 ટકાની ઐતિહાસિક છલાંગ લગાવી છે, જયારે રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણમાં 61 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ભારત માર્ગ નેટવર્કના નિર્માણમાં દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રોલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગત એક દાયકામાં ભારતીય માર્ગોની પુરી તસ્વીર પુરેપુરી બદલી ગઈ છે. વર્ષ 2014માં દેશમાં નેશનલ હાઈવેની કુલ લંબાઈ 91287 કિલોમીટર હતી જે નવેમ્બર 2025માં વધીને 1,46,560 કિલોમીટર થઈ ગઈ છે.
એકસેસ કંટ્રોલ હાઈ સ્પીડ કોરિડોર અને એકસપ્રેસ-વે ક્ષેત્રના આંકડા ચોંકાવનારા છે. 2014માં દેશમાં માત્ર 93 કિલોમીટર લાંબા એકસપ્રેસ વે પરિચાલનમાં હતા. જે વધીને 3052 કિલોમીટર થઈ ગયા છે. તે વિકાસના દર 3180 ટકાના જાદુઈ આંકડાને સ્પર્શી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં 4-લેન અને તેથી વધુ પહોળા નેશનલ હાઈવેની લંબાઈમાં ખાસ્સો વિસ્તાર થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ભારતમાલા પરિયોજના અંતર્ગત 16425 કિલોમીટરના માર્ગ કાર્યો પર કામ કરી રહી છે, જેમાં 21597 કિલોમીટરનું કામ પુરું થઈ ચૂકયું છે. સરકારનું લક્ષ્યના માત્ર નવા માર્ગો બનાવવાનું છે, બલકે 2025-26 સુધી 100 ટકા નેશનલ હાઈવે નેટવર્કને ઉચ્ચ સ્તરીય જાળવણીના વિસ્તારમાં લાવવાનો છે. સરકાર ચાલુ અને ભવિષ્યની લગભગ 7.70 લાખ કરોડ માર્ગ પરિયોજનાઓ પર કામ કરી રહી છે.
ચાર લેન અને તેથી વધુના હાઈવેમાં 136 ટકા વૃદ્ધિ: 2014માં ચાર લેન અને તેથી વધુ પહોળા રાજમાર્ગ 18371 કિલોમીટર હતા, તે હવે વધીને 43512 કિલોમીટર (136 ટકા) પહોંચી ગયા છે. તેમની લંબાઈ બેગણીથી વધુ થઈ ગઈ છે.
છેલ્લા એક દાયકામાં માર્ગોના નિર્માણની સરેરાશ ગતિમાં પણ ઉલ્લેખનીય સુધારો થયો છે. 2014-15માં જયાં માર્ગ નિર્માણની ગતિ 12.1 કિલોમીટર દરરોજ હતી તે 2020-21 દરમિયાન પોતાના શિખર પર 36.5 કિલોમીટર દરરોજ હતી. નાણાકીય વર્ષ (2024-25) માં આ ગતિ લગભગ દરરોજ 29 કિલોમીટર રહી છ



