પર્યાવરણ પ્રદર્શન સૂચકઆંક 2022ની 180 દેશોની લિસ્ટમાં ભારત સૌથી નીચેના સ્થાને પહોંચી ગયુ છે. ભારતને આ EPI સ્કોર ચિંતાની વાત છે. દર બે વર્ષમાં આવનારી પર્યાવરણ પ્રદર્શન સૂચકઆંકની 11 શ્રેણીઓને 40 ભાગમાં ભારતની રેંકિગ 180 નંબર મળ્યો છે. EPIની આ લિસ્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યેલ સેન્ટર ફોર ઇન્વાયરમેન્ટ લો એન્ડ પોલિસી અને કોલંબિયા યુનિવર્સિટી સેન્ટર ઇન્ટરનેશનલ અર્થ સાઇન્સ ઇન્ફોર્મેશન નેટવર્ક(CIESIN) મળીને તૈયાર કરે છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, EPI દરેક દેશને તેમના દ્વારા પર્યાવરણને બચાવવાના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસોના આધાર પર રેન્ક આપે છે. આ રેન્ક ત્રણ મુદા પર આધારિત હોય છે, જેમાં પારિસ્થિતિક તંત્ર, જીવન શક્તિ, સ્વાસ્થ્ય અને જળવાયુને ળઇને દેશ દ્વારા પોલીસીનો સમાવેશ થાય છે. આ બધાના આધઆર પર રેન્ક નક્કી કરવામાં આવે છે. આ લિસ્ટમાં ડેનમાર્કને પહેલો રેન્ક મળ્યો છે, જેની સાથે ડેનમાર્કને સૌથી સ્થિર દેશના રૂપમાં ઓળખ મળી છે.
તો હવે ભારતના સૌથી ખરાબ પ્રદર્શનના કારણે પર્યાવરણને ખતરો, પીએમ 2.5 અને હવાની શુદ્ધતા, વાયુ પ્રદુષણ, જળ સ્ત્રોતોના સ્વાસ્થયવર્ધક પ્રબંધન, કચરાનો નિકાલ, ગ્રીન એનર્જીમાં રોકાણ સહિત બધા પ્રયત્નોનો સમાવેશ થાય છે.
ભારતને લઇને આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર, તેમને 180 રેન્ક મળે તે વાત ચોંકાવનારી નથી. પોલિસીના સ્તર પર સરકાર પર્યાવરણ સાથે જોડાયેલા કાયદાને મજબૂત કરવાની જગ્યાએ, નવા કાયદા બનાવી રહી છે, જેથી હાલમાં પોલીસી ફાયદાકારક નથી. સરકાર પર્યાવરણને બચાવવાની જગ્યાએ ઉદ્યોગોને મહત્વ આપી રહી છે.
- Advertisement -
છેલ્લા 10 વર્ષોમાં ભારત સતત EPIની લિસ્ટમાં નીચે જઇ રહ્યું છે. આ સમયે જયારે બીજા દેશો કોલસાના ઉપયોગને ટાળી રહ્યા છે, ત્યારે ભારત તેના પર પોતાની આત્મિયતા વધારી રહ્યુ છે. જેના કારણથી કાર્બન ડાઇઓક્સાઇડનુ ઉત્સર્જન વધી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે. અને આ જ કારણે પર્યાવરણના ક્ષેત્રમાં દેશ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યો છે.
EPIની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આવી જ પરિસ્થિતિ રહી તો, 2050 સુધીમાં એકલા આ ચાર દેશો ભારત, ચીન, અમેરિકા અને રશિયા 50 ટકા ગ્રીન હાઉસ ગેસો માટે જવાબદાર હશે. ઉલ્લેખનીય છે કે, ગ્રીનહાઉસ ગેસ મોટી માત્રામાં ઉત્સર્જનમાં ભારતની સાથે-સાથે ચીન, અમેરિકા, અને રશિયાનો મોટો હાથ છે. EPIની લિસ્ટમાં ચીનની રેન્ક 160, અમેરિકા 43, અને રશિયા 112 રેન્ક પર છે.