ભારત વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વૃદ્ધિ હાંસલ કરનારી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઊભરી આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 13.5 ટકા હતો, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે. જોકે, નિષ્ણાતોના મતે,વ્યાજ ખર્ચમાં વધારો અને વિકસિત દેશોમાં મંદીની આશંકાથી આગામી ક્વાર્ટરમાં વિકાસ દર ધીમો પડી શકે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિ દર 13.5 ટકા રહ્યો હતો. આ સાથે,પાછલા નાણાકીય વર્ષ (2021-22) ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) નો વૃદ્ધિ દર 20.1 ટકા હતો. જાન્યુઆરી-માર્ચ 2022માં તે 4.09 ટકા હતો. મહત્વનું છે કે, ચીન ભારતના વિકાસની આસપાસ પણ નથી.
GDPએ આપેલ સમયગાળામાં દેશની સરહદોની અંદર ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓના કુલ મૂલ્યનો ઉલ્લેખ કરે છે. એટલે કે તે જણાવે છે કે આપેલ સમયગાળામાં દેશમાં આર્થિક ઉત્પાદનનું કેટલું મૂલ્ય ઉત્પન્ન થયું છે. જોકે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના 16.2 ટકાના અંદાજ કરતાં ઓછો છે. પ્રથમ ક્વાર્ટરમાં વૃદ્ધિ વપરાશ દ્વારા સંચાલિત હતી. આ સૂચવે છે કે સ્થાનિક માંગ, ખાસ કરીને સેવા ક્ષેત્રમાં, પુનઃપ્રાપ્ત થઈ રહી છે. રોગચાળાની અસરને કારણે બે વર્ષના વિવિધ નિયંત્રણો બાદ હવે વપરાશમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. લોકો ખર્ચ કરવા બહાર આવી રહ્યા છે.
- Advertisement -
સર્વિસ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે અને આગામી મહિનાઓમાં તહેવારો દરમ્યાન તેને વધુ વેગ મળવાની ધારણા છે. જોકે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વૃદ્ધિ ધીમી પડીને 4.8 ટકા થઈ છે, જે ચિંતાનું કારણ છે. આ ઉપરાંત નિકાસ કરતાં આયાત પણ વધુ ચિંતાજનક છે. જીડીપીના આંકડા સુધરવાની સાથે રિઝર્વ બેંક ફુગાવાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. રિટેલ ફુગાવો આરબીઆઈના 6 ટકાના સંતોષકારક સ્તરની ઉપર યથાવત છે.
ચીનનો વિકાસ દર કેટલો ?
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ચીનનો વિકાસ દર 0.4 ટકા રહ્યો છે. ડેટા અનુસાર,ભારતમાં ખાનગી રોકાણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 20.1 ટકા વધ્યું છે. સરકારી ખર્ચમાં 1.3 ટકા જ્યારે ખાનગી વપરાશમાં 25.9 ટકાનો વધારો થયો છે. NSO ડેટા અનુસાર, આ વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) 12.7 ટકા હતો. જેમાં સર્વિસ સેક્ટરમાં 17.6 ટકા, ઉદ્યોગમાં 8.6 ટકા અને કૃષિ સેક્ટરમાં 4.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. કૃષિ ક્ષેત્રની GVA વૃદ્ધિ રવિ પાક પર ગરમીના મોજાની પ્રતિકૂળ અસરની શક્યતાને નકારી કાઢે છે.
- Advertisement -
ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) એ આપેલ સમયગાળા દરમ્યાન દેશના પ્રદેશમાં માલ અને સેવાઓના કુલ મૂલ્યનો ઉલ્લેખ કરે છે. આમાં ઉત્પાદનના મૂલ્યમાં વધારો ધ્યાનમાં લેવામાં આવે છે. જીડીપીના આંકડાઓ અંગે નાણા સચિવ ટીવી સોમનાથને કહ્યું કે, ભારતનો જીડીપી હવે મહામારી પહેલાના સ્તર કરતાં લગભગ ચાર ટકા વધુ છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષમાં સાત ટકાથી વધુ વૃદ્ધિ દર હાંસલ કરવાના માર્ગ પર છે. આર્થિક બાબતોના સચિવ અજય સેઠે જણાવ્યું હતું કે, એપ્રિલ-જૂનમાં કુલ નિશ્ચિત મૂડી રચના 34.7 ટકા હતી, જે 10 વર્ષમાં સૌથી વધુ છે.
રેટિંગ એજન્સી ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર ચોક્કસપણે નરમ પડશે. કારણ કે તુલનાત્મક આધાર હવે સામાન્ય થઈ રહ્યો છે. તે આઠ મૂળભૂત ઉદ્યોગ ડેટાનો વિકાસ દર દર્શાવે છે. જુલાઈમાં મૂળભૂત ઉદ્યોગોની વૃદ્ધિ સાધારણ ઘટીને 4.5 ટકા થઈ હતી, જે છ મહિનામાં સૌથી નીચી છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે 9.9 ટકા હતો. ડેટા અનુસાર, આઠ મુખ્ય ઉદ્યોગો – કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી – ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં એપ્રિલ-જુલાઈમાં 11.5 ટકાના દરે વૃદ્ધિ પામ્યા હતા. એક વર્ષ અગાઉ 2021-22ના સમાન સમયગાળામાં તે 21.4 ટકા હતો. નાયરે કહ્યું, “અમારો અંદાજ છે કે NSO નાણાકીય વર્ષ 2022-23માં 12.7 ટકાનો GVA વૃદ્ધિ દર નજીવો નીચે જશે. તેનું કારણ કૃષિ ક્ષેત્રના વર્તમાન 4.5 ટકા વૃદ્ધિ દરના અંદાજમાં ઘટાડો થવાની શક્યતા છે.