પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે, જાણવા મળ્યું છે કે સમય સમય પર પાકિસ્તાનનાં ભારત વિરોધી ષડયંત્રને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.
પાકિસ્તાન સરકાર દ્વારા ચાલતું ટ્વિટર એકાઉન્ટ ભારતમા બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતના ટ્વિટર યૂઝર્સ માટે આ ટ્વિટર અકાઉન્ટ બ્લોક છે. ટ્વિટર તરફથી જણાવવામાં આવ્યું છે કે એક લીગલ ફરિયાદ મળ્યા બાદ તેણે આ પગલું ભર્યું છે.
- Advertisement -
સરકારે સાધ્યું છે મૌન
જોકે ભારત સરકાર તરફથી અત્યાર સુધી પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલને બેન કરવાને લઈને કોઈ નિવેદન આવ્યું નથી. આ વચ્ચે પાકિસ્તાન પર થયેલી અત્યાર સુધીની સૌથી મોટી ડિજિટલ સ્ટ્રાઈકને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે હાલમાં એક કટ્ટર ઈસ્લામિક સંગઠન પર કરવામાં આવેલ કાર્યવાહી બાદ કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે. પાકિસ્તાનની સરકારનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ શા માટે બેન કરવામાં આવ્યું, તેના પર ભારત સરકારના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
The Twitter account of the Government of Pakistan withheld in India pic.twitter.com/60Uzpoujwz
— ANI (@ANI) October 1, 2022
- Advertisement -
પાકિસ્તાન ભારત વિરુદ્ધ ફેલાવતું હતું પ્રોપાગાંડા
નોંધનીય છે કે પાકિસ્તાન લાંબા સમયથી સોશિયલ મીડિયા મંચના માધ્યમથી ભારત વિરોધી પ્રોપાગાંડા ફેલાવી રહ્યું હતું. આવામાં સમય સમય પર ભારત વિરુદ્ધ ઘૃણા ભરેલા અને ખોટા આરોપો લગાવનારાઓ પર સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવે છે. પાકિસ્તાનમા ઇસ્લામાબાદની ગલીઓથી લઈને અમેરિકામાં બેઠેલા અમુક ઈસ્લામિક કટ્ટરપંથીઓ પીએમ નરેન્દ્ર મોદી અને ભારત વિરુદ્ધ પ્રોપાગાંડા ફેલાવતા હતા. આવામાં અમુક લોકો ભારતની ઇમેજ ખરાબ કરવા માટે ફંડિંગનો સહારો પણ લેતા હતા.
ભારતને બદનામ કરવાનું ષડયંત્ર
ભારત વિરોધી મિશનમાં લાગેલા અમુક લોકો અને સંગઠન પત્રકારોને લાંચ આપીને ભારતમા અલ્પસંખ્યકો અને દલિતો પર કથિત અત્યાચારવાળી સ્ટોરી શરત સાથે લખવા પર 1 લાખ 22 હજાર રૂપીયા આપવાની જાહેરાત પણ કરી ચૂક્યા છે. આ જાહેરાતની એક શરત એ હતી કે ભારતમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચાર પર સ્ટોરી ફાઇલ કરનાર પત્રકાર પહેલા આ કન્ટેન્ટ અને થીમ એક પ્રપોઝલ બનાવીને એક સંસ્થાને મોકલે, ત્યાંથી જો તે પાસ થયું, તો એક સ્ટોરી ફાઇલ કરવા માટે તેને લાંચ આપવામાં આવશે.