શરૂઆતની આડોડાઈ પછી છેવટે 7 દેશોએ કોવિશિલ્ડને આપી મંજૂરી : બાકીના દેશો પણ ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
કોવિશીલ્ડને લઇને યુરોપિયન સંઘમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડ અને યુરોપિયન સંઘના 7 દેશોએ ગુરૂવારના કોવિશીલ્ડ લીધી હોય તેવા લોકોને ટ્રાવેલ માટેની પરવાનગી આપી છે.
ખાસ વાત એ છે કે એક જ દિવસ પહેલા ભારતે ઔપચારિક રીતે ઊઞના સભ્યોને કોવિશીલ્ડ અને કોવેક્સિનને પાસપોર્ટ યાદીમાં સામેલ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત બુધવારે ભારત સરકારે કહ્યું હતું કે, કોવિશીલ્ડ અને કોવેક્સિનને સામેલ ના કરનારા ઊઞના દેશોના નાગિરકો માટે ફરજિયાત ક્વોરન્ટાઇન નિયમો લાગું કરવામાં આવશે.
તો હવે પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયામાં તૈયાર થયેલી આ વેક્સિનની રસી લેનારા લોકો સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્રીન પાસ મેળવી શકશે. ગુરૂવારના ઑસ્ટ્રિયા, જર્મની, સ્લોવેનિયા, ગ્રીસ, આઈસલેન્ડ, આયરલેન્ડ અને સ્પેને કોવિશીલ્ડ વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ભારતે સભ્યો દેશોને કોવિન પોર્ટલ દ્વારા પ્રાપ્ત સર્ટિફિકેટને મંજૂરી આપવાની અપીલ કરી હતી. આ દરમિયાન ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે, ‘સર્ટિફિકેટની ખરાઈ કોવિન દ્વારા કરી શકાય છે.’ ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારના યુરોપિયન સંઘના પ્રતિનિધિ જોસેફ બોરેલ ફોન્ટેલેસની સાથે બેઠક દરમિયાન કોવિશીલ્ડને ઊઞના ડિઝિટલ કોવિડ પ્રમાણપત્ર યોજનામાં સામેલ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
- Advertisement -
ઇટાલીમાં ૠ-20ની શિખરવાર્તાથી ઇતર આ બેઠક થઈ હતી.
ઊખઅએ ફક્ત 4 કોવિડ-19 રસીને આપી છે મંજૂરી
યુરોપિયન સંઘની ડિઝિટલ કોવિડ સર્ટિફિકેટ યોજના ‘ગ્રીન પાસ’ 1 જુલાઈથી લાગુ થઈ રહી છે. આ અંતર્ગત કોરોના મહામારી દરમિયાન સ્વતંત્ર આવન-જાવનની અનુમતિ હશે. ઊખઅએ અત્યાર સુધી ફક્ત 4 કોવિડ-19 વેક્સિનના ગ્રીન પાસ માટે મંજૂરી આપી છે, જેમાં બાયોએનટેક-ફાઇઝરની કોમિરનટી, મોડર્ના, ઑક્સફોર્ડ-એસ્ટ્રેઝેનેકાની વેક્સિજેવરિયા અને જોનસન એન્ડ જોનસનની વેક્સિન સામેલ છે.


