એક જવાબદાર અને મજબૂત દેશના રૂપમાં ભારતનું સ્થાન દુનિયામાં સતત વધી રહ્યું છે. બધા યૂરોપીય દેશો સહિત અમેરિકા પણ આ પણ આ વાતનો ખુલ્લા મનથી સ્વીકાર કરે છે. છેલ્લા 24 કલાકમાં વોશિંગ્ટનથી આ વાતના આધારે બે નિવેદનો આપ્યા. ભારતને જી-20 દેશોની અધ્યક્ષતા મળવી એ એક સંકેત માત્ર છે. વ્હાઇટ હાઉસવા એશિયા સમન્વયક કર્ટ કૈંપબેલએ કહ્યું કે, ભારત અમેરિકાનું સહયોગી નહીં બને, પરંતુ ખુદ એખ સુપર પાવર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ગુરૂવારના એસ્પેન સિક્યોરિટી ફોરમની બેઠકના દરમ્યાન કૈંપબેલએ કહ્યું કે, તેમના વિચારમાં ભારત 21મી સદીમાં સંયુક્ત રાજ્ય અમેરિકા માટે સૌથી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોવાળો દેશ છે. હું કોઇ પણ સંબંધ વિશે જો છેલ્લા 20 વર્ષોમાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારતની તુલનામાં વધારે ઉંડા અને મજબૂત રહ્યા છે. સંયુક્ત રાજ્ય અમેરિકા આ દિશામાં પોતાની ક્ષમતાથી પણ વધારે રોકાણ કરવાની જરૂર છે.
ભારતની નેતૃત્વવાળી ભૂમિકા માટે આભાર: પ્રવક્તા
બીજી તરફ, શુક્રવારના વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કૈરાઇન જીન પિયરેએ પોતાની નિયમિત પ્રેસ બ્રીફીંગમાં કહ્યું કે, અમે ઇન્ડોનેશિયામાં જી-20 સંમેલ્લનમાં ભારત દ્વારા નેતૃત્વ માટે આભાર માનીએ છિએ અને જી-20ના નવા અધ્યક્ષના રૂપમાં ભારતની સાથે મળીને કામ કરવા માટે આતુર છિએ. જીન-પિયરે કહ્યું કે, અમે કોઇ મહત્વપૂર્ણ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદા પર ભારતની સાથે કામ કરવાનું ચાલુ રાખશું. ઉલ્લેખનીય છે કે, હાલમાં સંપન્ન થયેલા જી-20ના સંયુક્ત વક્તવ્યમાં વડાપ્રધાન મોદીનો સંદેશો – આ યુદ્ધનો યુગ નથી ને સ્થાન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારત- અમેરિકાના સંબંધ કેવળ ચીનને લઇને ચિંતાનું કારણ બન્યા નથી. આ બંન્ને દેશોના સમાજની વચ્ચે તાલમેલની મહત્વની ઉંડી સમજ છે, અને અમેરિકામાં વસેલા ભારતીયો અમારા વચ્ચે સંબંધોનો મોટો સેતુ છે.
જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનએ સીધો વડાપ્રધાન મોદીને વારંવાર આ માટે સંપર્ક સાધીને ભારતને તેના હિતો વિશે વાત કરી હતી. કૈંપબેલએ કહ્યું કે, ક્વાડને લઇને હું બહુ આશાવાદી છું. ક્વાડ ભલે એક અનૌપચારિક સંગઠન રહે પરંતુ આ મહાસાગર ક્ષેત્રમાં રહેલા ચાર લોકતાંત્રિક દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનની વચ્ચેનો સમન્વય કેટલીય ચેનલો ખોલી નાખશે.