ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે ભારતે અમેરિકાને જાણ કરી છે કે તે F-35 સ્ટીલ્થ ફાઇટર ખરીદવા માટે ઉત્સુક નથી: બ્લૂમબર્ગ
ભારતે F-35 સ્ટીલ્થ ફાઇટર ખરીદવા માટે અમેરિકાના દબાણનો ઇનકાર કર્યો, જે સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત તરફ નિર્ણાયક પરિવર્તનનો સંકેત આપે છે. મોદી સરકાર પ્રતિક્રિયાત્મક બદલો લેવા પર રાજદ્વારી, સંયમ અને વ્યૂહાત્મક સ્વાયત્તતાનો વિકલ્પ પસંદ કરે છે.
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ત્યારબાદથી બંને દેશો વચ્ચે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં ખટાશ પેદા થવા લાગી છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે તેના માટે ભારતના ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી હતી. જોકે ટ્રમ્પના એક પછી એક આરોપ અને પ્રહાર વચ્ચે ભારતે અમેરિકને એની જ ભાષામાં જવાબ આપતાં F-35 ફાઇટર જેટ ખરીદવાનો સોદો મોકૂફ રાખવાનો નિર્ણય લીધાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ભારતે લીધો બદલો!
ભારતે એક રીતે બદલો લીધો છે અને અમેરિકાને કહ્યું છે કે તેને હવે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં કોઈ રસ નથી. એક જાણીતા મીડિયા બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં આ વાતનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રસ્તાવ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન આપ્યો હતો.
- Advertisement -
સંરક્ષણ સોદાઓમાં ભારતની પ્રાથમિકતા હવે સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન પર કેન્દ્રિત છે. મોદી સરકાર હવે એક એવા સંરક્ષણ મોડેલની શોધમાં છે જે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફરને મહત્વ આપે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાત પર તાત્કાલિક કોઈ બદલો લેવાની કાર્યવાહી નહીં કરે પણ તેના બદલે, વ્હાઇટ હાઉસને શાંત કરવા માટે વૈકલ્પિક પગલાં લેવા પર વિચારણા કરવામાં આવી રહી છે. ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારત-અમેરિકા વેપાર અસંતુલનને ઘટાડવા માટે અમેરિકા પાસેથી તેની કુદરતી ગેસ આયાત, સંદેશાવ્યવહાર સાધનો અને સોનાની ખરીદી વધારવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.