IT મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે 6Gને લઇ કરી મોટી જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
ટેલિકોમ કંપનીઓ 5ૠ આવ્યા બાદ દેશના દરેક ખૂણે પહોચાડવા તૈયારી કરી રહ્યું છે.હજુ 5ૠ પૂરી રીતે વિસ્તરણ પામ્યું નથી ત્યા ઈંઝ મંત્રી અશ્વિની વૈષ્ણવે 6ૠને લઇ માહિતી આપી છે.તેઓએ જણાવ્યું હતું કે ભારત 2030 સુધીમાં 6ૠ સેવા પર 10 % જેટલો હિસ્સો મેળવી શકશે.
- Advertisement -
જ્યારથી કેન્દ્ર સરકારે ભારતમાં 5ૠ લોન્ચ કર્યું છે ત્યારથી તમામ ટેલિકોમ કંપનીઓએ આ સેવાને દેશના ખૂણે ખૂણે ફેલાવવાનું શરૂ કરી દીધું છે. હજુ સુધી આ સુવિધા દેશમાં સંપૂર્ણ રીતે ફેલાઈ નથી. ત્યાં સુધી ટેલિકોમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 6ૠ વિશે માહિતી આપી છે. આગામી સમયમાં દેશમાં શરૂ થનારી 6ૠ સેવા પર આ માહિતીની મોટી અસર પડશે. તેમણે કહ્યું હતું કે ભારતે 2030 સુધીમાં વૈશ્વિક 6ૠ પેટન્ટનો 10 ટકા હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ’ભારત 6ૠ’ સહયોગના લોન્ચ પર બોલતા, વૈષ્ણવે કહ્યું કે ભારત હવે ટેલિકોમ ટેક્નોલોજીનો નિકાસકાર બની ગયો છે અને તેની પાસે પહેલેથી જ 6ૠ ટેક્નોલોજી સંબંધિત લગભગ 200 પેટન્ટ છે.
આપણે વર્ષ 2029 અથવા 2030 સુધીમાં 6ૠ પેટન્ટમાં ભારતના હિસ્સાને ઓછામાં ઓછા 10 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ભારતે પ્રથમ વખત 5ૠ ટેક્નોલોજીના વિકાસ કાર્યક્રમોમાં યોગદાન આપ્યું છે અને તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ઈંઝઞ) એ પણ 6ૠ ફ્રેમવર્કમાં ભારતનો સમાવેશ કર્યો છે. આ દિશામાં ચાલી રહેલા પ્રયાસોને વેગ આપવા માટે ભારત 6ૠ જોડાણ માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે આ જોડાણ દેશમાં કાર્યરત વધુ સંસ્થાઓ અને કંપનીઓને 6ૠ ટેક્નોલોજી માટે વધુ પેટન્ટ અરજીઓ ફાઇલ કરવા માટે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું કે પહેલા ટેલિકોમ સેક્ટરમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (ઋઉઈં) વધારવું એક પડકાર હતું.પરંતુ 2014 થી 2023 સુધીના છેલ્લા નવ વર્ષમાં તે વધીને 24 બિલિયનની નજીક પહોંચી ગયું છે.
ભારત જે ટેક્નોલોજીનો આયાતકાર હતો તે હવે તેનો નિકાસકાર બની ગયો છે. હવે ઘણા દેશો ભારતમાં ટેલિકોમ સાધનોની આયાત કરવા માગે છે. વૈષ્ણવે કહ્યું કે ભારતીય ટેલિકોમ સાધનોના ઉત્પાદકોએ પહેલાથી જ યુએસમાં નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે આગામી બે-ત્રણ વર્ષમાં ભારતમાં સંપૂર્ણપણે ડિઝાઈન અને ઉત્પાદિત પ્રથમ ચિપ પણ આવવી જોઈએ.