એશિયન ગેમ્સ 2023ના આઠમા દિવસે ભારત તેના ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. જ્યોતિ યારાજી, અવિનાશ સાબલે અને મુરલી શ્રીશંકર એક્શનમાં જોવા મળશે. ભારતે ચાલી રહેલી એશિયન ગેમ્સના સાતમા દિવસે 5 મેડલ જીત્યા અને આ રીતે સાતમા દિવસના અંતે તેના કુલ મેડલની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે.
એશિયન ગેમ્સ 2023ના આઠમા દિવસે ભારત તેના ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે. જ્યોતિ યારાજી, અવિનાશ સાબલે અને મુરલી શ્રીશંકર એક્શનમાં જોવા મળશે.
- Advertisement -
A Superb Silver🥈for our Boys of #Badminton🏸at #AsianGames2022.
Giving their first-ever finale performance at the #AsianGames, the team showed incredible grit during their fight against 🇨🇳
Congratulations on the🥈GUYS! You have just made history & we're proud💪🏻#Cheer4India… pic.twitter.com/Ej2zVEfS5m
- Advertisement -
— SAI Media (@Media_SAI) October 1, 2023
સાતમો દિવસ ભારત માટે રહ્યો સફળ
ભારતે તેના ખાતામાં વધુ 5 મેડલ ઉમેર્યા છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા 38 પર પહોંચી ગઈ છે. એશિયન ગેમ્સ 2023ના પોઈન્ટ ટેબલમાં ભારત ચોથા સ્થાને પહોંચી ગયું છે. તેનાથી આગળ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા છે.
ભારતે શનિવારે મેન્સ સ્ક્વોશ ટીમ ઈવેન્ટ અને મિક્સ્ડ ડબલ્સ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારતીય ખેલાડીઓને રવિવારે ઘણા મેડલ જીતવાની આશા છે. તમામની નજર એથ્લેટિક્સ વિભાગ પર રહેશે. ભારતીય બેડમિન્ટન ટીમ ઐતિહાસિક મેન્સ ફાઇનલમાં ચીન સામે ટકરાશે.